જ્યોતિષ 

 

જેઠ વદ ૧૧થી અષાઢ સુદ ૧, વિક્રમ સંવત ૨૦૭૮ (તા. ૨૪ જૂનથી તા. ૩૦ જૂન , ૨૦૨૨)

મેષ (અ.લ.ઇ.)

નોકરિયાત વર્ગને આ સપ્તાહમાં કાર્ય સફળતાનો યોગ થાય છે. બદલીઓના પ્રયત્નો સફળ નીવડે તેમ છે. ઉપરી અધિકારીઓનો સાથ મળે. શત્રુવિજય થાય. ધંધાકીય કામગીરીમાં પણ સફળતા મળે તેવા યોગો જણાય છે. ગ્ાૃહજીવનમાં  સંજોગો મધ્યમ જણાય છે. તબિયતની કાળજી રાખવી જ‚રી છે. અહીં કોઈ વડીલ સ્વજન માટે પણ ચિંતા ભી થતી જોવા મળે. તા. ૨૪, ૨૫, ૨૬ આનંદમય દિવસો જણાય. તા. ૨૭, ૨૮ લાભ થાય. તા. ૨૯, ૩૦ સામાન્ય દિવસો ગણાય.

વ્ાૃષભ (બ.વ.ઉ.)

સામાજિક તથા કૌટુંબિક કામકાજ આ સપ્તાહમાં થઈ શકશે. મકાન યા મિલકતમાં તમે નાણાકીય રોકાણ કરવા માગતા હોવ તો સમય સાનુકૂળ જણાતો નથી. સ્વજનના આરોગ્યની ચિંતા રહેવાની સંભાવના પણ ખરી જ. એક યા બીજા પ્રકારે ખર્ચનું પ્રમાણ વધવા પામશે. સાથે સાથે વિકાસપ્રેરક મહત્ત્વની તકો પણ મળશે. તા. ૨૪, ૨૫, ૨૬ સફળ દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ કાળજીપૂર્વક દરેક નિર્ણય લેવો. તા. ૨૯, ૩૦ મહત્ત્વની તકો મળશે.

મિથુન (ક.છ.ઘ.)

સંપત્તિ અંગેના કામકાજમાં વિવાદ હશે તો ઉકેલાશે. નોકરિયાત વર્ગની ઉન્નતિ થાય તેવા યોગો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પણ કોઈ નવા લાભની તક ભી થતી જોવા મળશે. પ્રવાસ પર્યટન સફળ બને તેમ છે. ગ્ાૃહવિવાદના પ્રસંગો નિવારી શકશો. સંતાનોની તબિયત ચિંતા રખાવશે. જીવનસાથીને લાગણીથી રીઝવી શકશો. તા. ૨૪, ૨૫, ૨૬ સફળ દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ નવા લાભ મળી શકે. તા. ૨૯, ૩૦ સંતાનોની ચિંતા રહેશે.

કર્ક (ડ.હ.)

સાંપત્તિક પ્રશ્ર્નો તથા મકાન-વાહનના પ્રશ્ર્નોથી કષ્ટ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. બદલીનો પ્રશ્ર્ન હોય તો તે હલ થઈ શકે તેમ છે. ધંધાકીય બાબતો માટે પણ હવે સાનુકૂળતા સર્જાશે અને તમે કોઈ નવી સફળતા મેળવી શકશો. ગ્ાૃહજીવનમાં વિખવાદની સંભાવના ખરી જ. તા. ૨૪, ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૭, ૨૮ નોકરિયાત વર્ગને રાહત થાય. તા. ૨૯, ૩૦ ગ્ાૃહજીવનમાં વિવાદ ટાળવો.

સિંહ (મ.ટ.)

વેપાર – ધંધાના પ્રશ્ર્નો આ સમયગાળામાં ઉકેલાશે. નવીન તક મળે તો ઝડપી લેશો. મકાન જમીનને લગતાં અગત્યનાં કાર્યો પણ સફળ થશે. તેનાથી પણ લાભ મળશે. વિવાહઇચ્છુકો માટે સમય સાનુકૂળ જણાતો નથી. દામ્પત્યજીવનમાં સર્જાયેલી ગેરસમજો ટાળી શકશો. જીવનસાથીનું આરોગ્ય સાચવજો. તા. ૨૪, ૨૫, ૨૬ કાર્ય સફળતા યોગ જણાય છે. તા. ૨૭, ૨૮ લાભ થાય. તા. ૨૯, ૩૦ ગેરસમજો દૂર થતાં આનંદ.

કન્યા (પ.ઠ.ણ.)

નોકરિયાત વર્ગ માટે પરિવર્તનના સંજોગો ભા થવાની શક્યતા જણાય છે. ઉપરી અધિકારી સાથે ચકમક ઝરે. ધંધા યા કારકિર્દીના ક્ષેત્રે પણ ધાર્યું પરિણામ મળે તેમ જણાતું નથી. તે સિવાય જમીન, મકાનની બાબતમાં સાનુકૂળતા રહેશે તથા સફળતા મળશે. યાત્રા પ્રવાસથી સુખ રહે. ગ્ાૃહજીવનમાં પ્રસન્નતા જળવાશે. તા. ૨૪, ૨૫, ૨૬ સફળ દિવસો જણાય છે. તા. ૨૭, ૨૮ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ બપોર પછી વિશેષ રાહત થાય.

તુલા (ર.ત.)

સંતાન-જીવનસાથી પાસેથી તમે જે અપેક્ષા રાખો છો તે પરિપૂર્ણ થાય તેમ નથી. દુ:ખ ન માનશો. લગ્ન-વિવાહનાં કાર્યો માટે સમય સાનુકૂળ જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં કોઈ ઉન્નતિનો માર્ગ ખૂલતો જોવા મળશે. ઇચ્છિત કાર્ય થઈ શકશે. માતા-પિતાના આરોગ્યની ચિંતા ભી થવાની શક્યતાઓ ખરી જ સાચવવું પડશે. તા. ૨૪, ૨૫, ૨૬ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૭, ૨૮ ધાર્યું કામ થાય નહિ. તા. ૨૯ મિશ્ર દિવસ. તા. ૩૦ આરોગ્ય જાળવવું.

વ્ાૃશ્ર્ચિક (ન.ય.)

નોકરી-ધંધાની બાબતો અંગે આપના પ્રયત્નો ફળતા જણાશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી, દામ્પત્યજીવનમાં શુભ કાર્યો માટે સમય સાનુકૂળ જણાય છે. જમીન મકાનની કામગીરી માટે સમય યોગ્ય જણાતો નથી. મિલન-મુલાકાત સ્નેહીજનો સાથે શક્ય બનશે. શુભ સમાચાર મળશે. તા. ૨૪, ૨૫, ૨૬ સફળ દિવસો જણાય છે. તા. ૨૭, ૨૮ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

નોકરિયાત વર્ગે આ સમયગાળામાં હિતશત્રુઓથી સાચવવું પડશે. લાભની તકો અટકતી જણાશે. વેપાર-ધંધાનાં કાર્યોમાં પણ વિલંબ થાય તેમ છે. ગ્ાૃહજીવનમાં સંવાદિતા જળવાશે. અપરિણીતોના લગ્નની વાત હશે તો તે લંબાશે. જમીન-મકાન યા સાંપત્તિક પ્રશ્ર્નો માટે પરિસ્થિતિ સુધરવા લાગશે. આરોગ્ય જાળવવું. તા. ૨૪, ૨૫, ૨૬ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ સફળ દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ સાંપત્તિક પ્રશ્ર્નોમાં લાભ થાય.

મકર (ખ.જ.)

આપના અંગત વિરોધીઓ, હિતશત્રુઓ કે હરીફોની ખટપટ સામે જાગ્રત રહેવાની સલાહ છે. તે સિવાય નવીન કાર્યો માટે આ સમય સાનુકૂળ તેમ જ સફળ નીવડશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. શુભેચ્છકો, સ્નેહીઓ સાથે મિલન-મુલાકાત શક્ય જણાય છે. આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી. તા. ૨૪, ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨૭, ૨૮ સફળ દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ આર્થિક બાબતોમાં સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

વ્યાવસાયિક ક્ષેત્રે પરિસ્થિતિ યથાવત્ જણાય છે. દામ્પત્યજીવનમાં મતભેદો ભા થયેલા હશે તો તેનું નિવારણ શક્ય બનશે. વિરહી પાત્રોનું મિલન પણ શક્ય જણાય છે. પરસ્પર ગેરસમજો થઈ હશે તો તે દૂર થશે. સંતાન અંગે સાનુકૂળતા અને સુખ મળે તેમ છે. વિદ્યાર્થીઓની ચિંતા દૂર થશે. તા. ૨૪, ૨૫, ૨૬ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ લાભ થાય. તા. ૨૯ ચિંતા હળવી થશે. તા. ૩૦ મિશ્ર દિવસ.

મીન (દ.ચ.ઝ.થ.)

દામ્પત્યજીવનમાં વિખવાદ અને ગેરસમજના પ્રસંગો ભા થવાની શક્યતાઓ ખરી જ. પત્ની યા પતિની તબિયતની કાળજી વિશેષ રાખવી જ‚રી જણાય છે. સંતાનોના પ્રશ્ર્નો અંગે ગ્રહમાન સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગની મહત્ત્વની કામગીરીઓ સફળ થાય તેમ છે. પ્રવાસ-પર્યટન ટાળવા. તા. ૨૪, ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૭, ૨૮ તબિયત સાચવવી. તા. ૨૯ કાર્ય સફળતા યોગ થાય છે. તા. ૩૦ લાભમય દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here