કોરોના બાદ કાર્ડિયાક અરેસ્ટના કેસમાં વધારો નોંધાયો: રિસર્ચમાં ખુલાસો

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના એક સંશોધનકર્તા સહિત અમેરિકાના વૈજ્ઞાનિકોએ કેલિફોર્નિયામાં વેંચુરા કાઉન્ટીના રહેવાસીઓમાં મહામારીના પહેલા બે વર્ષ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓમાં 38 ટકાનો વધારો નોંધ્યો છે. સંશોધનકર્તાએ કહ્યુ કે સૌથી વધુ પ્રભાવિત હિસ્પેનિકના નિવાસી છે. તેમને હૃદયની કાર્યક્ષમતામાં 77 ટકાના ઘટાડાનો સામનો કરવો પડ્યો. અભ્યાસના પરિણામોએ કોવિડ-19 મહામારીના પડકારોનો ખુલાસો કર્યો છે. રિસર્ચરે કહ્યુ કે અચાનક કાર્ડિયક અરેસ્ટના અમુક વધતા કેસ કોવિડ-19 સંક્રમણનું પ્રત્યક્ષ પરિણામ હોઈ શકે છે. મહામારીના અપ્રત્યક્ષ પ્રભાવોએ કાર્ડિયક અરેસ્ટની ઘટનાઓમાં વધારો અને જીવિત રહેવામાં ઘટાડામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તમામ રહેવાસીઓ ખાસ કરીને હિસ્પેનિક નિવાસીઓ વચ્ચે સીપીઆરમાં ઘટાડો આવ્યો. આ અધ્યયન આકસ્મિક સારસંભાળની જરૂરિયાત પર મહત્વ આપે છે. છેલ્લા 2 વર્ષોમાં સમગ્ર દુનિયામાં બાયોલેબ્સની સંખ્યામાં ખૂબ ઉછાળો જોવા મળ્યો છે. કોરોના મહામારીથી મચેલા હોબાળા બાદ બાયોલેબ્સની સંખ્યામાં ખૂબ વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here