કોરોનાનો નવો વેરિયન્ટ ઈઝરાયેલ, ડેન્માર્ક બાદ ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરિકાની લેબમાં મળી આવ્યો

નવી દિલ્હીઃ કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે. મળીતી માહિતી પ્રમાણે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ બીએ.2.86ના કેસો સામે આવ્યા છે. અનૌપચારિક રીતે આને પિરોલા નામ આપવામાં આવ્યું છે. જોકે રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલ આ નવા વેરિયન્ટ અંગે કંઈપણ કહેવું યોગ્ય નથી. તેમ છતાં આ નવા વેરિયન્ટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ કોરોનાનો આ વેરિયન્ટ એક્સબીબી.1.5 વેરિયન્ટના મુકાબલે વધુ ખતરનાક મ્યૂટેટ એટલે કે ઝડપી ફેલાય છે. એક્સબીબી.1.5, ઓમિક્રોનનો નવો વેરિયન્ટ હતો, જેના અમેરિકામાં ઘણા કેસો સામે આવી રહ્યાં હતા.
અમેરિકા, બ્રિટન સહિત કેટલાક દેશોમાં પિરોલાના કેસો સામે આવ્યા છે. યેલ મેડિસિન ઈન્ફેક્શન ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ સ્કોટ રોબર્ટ્સે જણાવ્યું કે, આ વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાથી ચિંતાનો વિષય છે. તેમણે રિપોર્ટમાં જણાવ્યું કે, આ વેરિયન્ટ કોરોના વાયરસના શરૂઆતના વેરિયન્ટોમાંથી એક ડેલ્ટા અને ઓમિક્રોનના વિવિધ મ્યૂટેશન જેવો હતો. તેમણે કહ્યું કે, લગભગ 6 દેશોમાં પિરોલા કેસ સામે આવ્યા છે, જેના પરથી કહી શકાય કે, આ ઈન્ફેક્શન વિશ્વભરના કેટલાક લેવલ પર ફેલાઈ રહ્યું છે અને તેને આપણે શોધી પણ રહ્યા નથી.
યેસ સાર્સ-સીઓવી-2 જીનોમિક સર્વિલન્સ ઈનિશિએટિવનું નેતૃત્વ કરનાર પોસ્ટડોક્ટરોલ એસોસિએટ એની હાને યેલ સ્કૂલ ઓફ મેડિસિન સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, એક્સબીબી.1.9 તરીકે ઓળખાતા ઓમિક્રોન સબ વેરિયન્ટની તુલનામાં પિરોલા ખુબ જ ખતરનાક છે. શરૂઆતમાં ઓમિક્રો વેરિયન્ટ ખુબ ઝડપથી ફેલાયો, જોકે તેનાથી વધુ અસર થઈ ન હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, પિરોલા વેરિયન્ટ ઈઝરાયેલ અને ડેનમાર્કની લેબોરેટરી બાદ ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકાની લેબમાં મળી આવ્યો. ફોર્ચ્યુનના જણાવ્યા મુજબ સ્વીડનના કારોલિંસ્કા ઈન્સ્ટીટ્યૂટકના સંશોધનકાર બેન મુર્રેલે ટ્વિટર પર ડેટા શેર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે, ગત સપ્તાહે લેવાયેલ બ્લડ સેમ્બલમાં બીએ.2.86ના કેસો ઓછા સામે આવતા રાહતની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here