કોરોનાનો કહેરઃ રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઓકસીજન સિલેન્ડર, પથારીઓ, તેમજ અન્ય ચિકિત્સા ઉપકરણોની કમી … મુશ્કેલીનો માહોલ…પરિસ્થિતિ ની ગંભીરતાને સમજીને મદદે આવ્યા મહાનાયક અમિતાભ બચ્ચન અને બંગલા સાહેબકા ગુરુદ્વારા ..

Actor Amitabh Bachchan. (File Photo: IANS)

 

                    .દિલ્હીમાં જરૂરતમંદ લોકો ને મદદ કરવા  અભિનેતા અમિતાભ બચ્ચન અને બંગલા સાહેબ ગુરુદ્વારાએ કામગીરી શરૂ કરી દીધી હતી. ગુરુદ્વારા સમિતિએ હાલમાં જ ઓકસીજન લંગરની શરૂઆત કરી હતી. કોવિદના દર્દીઓને મફત ઓકસીજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ જણાવ્યું હતું કે, અમે પૂરી ગંભીરતા સાથે દિલ્હીના કોરોનાગ્રસ્ત લોકોને સારવારની સુવિધા, જરૂરી તબીબી સામાન અને ચીજ- વસ્તુઓ પૂરી પાડવાની શક્યત ગોઠવણ કરી રહ્યા છીએ. આ માનવતાના કામમાં જે કોઈ અમને સાથ- સહકાર આપવા માગશે તેનું અમે સ્વાગત કરીએ છીએ. આ કાર્ય સહુએ સાથે મળીને કરવાનું છે. આ સેવાનું કામ છે. તૈેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી. અભિનેતા અમિતાભ  બચ્ચનને 2020ના કોરોના સંકટ કાળમાં પણ એમને મદદ કરી હતી. 2021ની આ બીજી લહેરમાં પણ તેઓ અમને સાથ – સહકાર આપી રહ્યા છે. તેમણે બંગલા સાહેબ ગુરુદ્વારા સ્થિત ગુરુ હરકિશન પોલિકલીનિક – ડાયગ્નોસ્ટીક સેન્ટર માટે એમઆરઆઈ મશીન અને સીટી સ્કેનરનું દાન આપ્યું હતું. જેને કારણે દિલ્હીવાસીઓને ઘણી મદદ મળી હતી. અમે અમિતજીના ખૂબ આભારી છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here