ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: મહેસાણામાં ૮ ઈંચ, બેચરાજી, રાધનપુરમાં પાંચ ઈંચ વરસાદ

 

મહેસાણા: રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં ૮૨.૨૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં ૨૦૩ મીમી એટલે કે આઠ ઇંચથી વધુ જયાંરે મોરબી તાલુકામાં ૧૩૪ મીમી, બેચરાજીમાં ૧૨૪ મીમી અને રાધનપુર તાલુકામાં ૧૨૧ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત વિસનગર તાલુકામાં ૧૧૪ મીમી, ઇડર તાલુકામાં ૧૨૦ મીમી, અને પાટણ તાલુકામાં ૯૮ મીમી મળી કુલ ૩ તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં ૮૨ મીમી, સરસ્વતીમાં ૯૦ મીમી, અમીરગઢમાં ૮૯ મીમી, પોશીનામાં ૮૯ મીમી, માણસામાં ૮૯ મીમી, જોટાણામાં ૮૪ મીમી અને હિમતનગરમાં ૭૪ મીમી મળી કુલ ૯ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્ર્વર, સાંતલપુર, ઉંજા, સિદ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

વિસનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેને પગલે વિસનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના લીધે અમુક વિસ્તારોમાં જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. વરસાદને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના જળ સંપતિ વિભાગના લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યના ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૧.૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૯૦.૯૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૩૦,૩૨,૪૬, પ્ઘ્જ્વ્ જળસંગ્રહ છે. અને ૨૦૬ જળાશયોમાં ૪,૨૭,૨૧૧ પ્ઘ્જ્વ્ જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે ૫૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૭૨ જળાશયો સરદાર સરોવર સહીત ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે, ૨૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે, અને ૨૮ જળાશયો ૨૪ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના ૫૬ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૩૯ જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ પર, ૧૬ જળાશયોમાં ૮૦ ટકાથી ૯૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ પર તથા ૧૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here