વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહામારીના માહોલ અને લોકડાઉન તેમજ અનલોકની સ્થિતીમાં પાંચમી વખત દેશને સંબોધન …

 

 

  કોરોનાની મહામારી સાથે ભારતની કેન્દ્ર સરકાર અને આમ જનતા બહાદુરીથી લડી રહી છે. તાજેતરમાં દેશની જનતાને ઉદે્શીને  રાષ્ટ્રજોગું પ્રવચન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામે લડતાં રહીને આપણે અનલોક-2ની સ્થિતિમાં પ્રવેશ્યાં છીએ. આપણે હવે આવનારા દિવસોમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. ભારતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે. આ ઋતુમાં તાવ, શરદી, ઉધરસ, જેવા રોગની માત્રા વધે છે, આથી દેશવાસીઓ પોતાની તબિયતનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે.ભારતમાં વિશ્વના અન્ય અનેક દેશોની સરખામણીમાં લોકડાઉન અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હોવાથી અનેક લોકોનાં જીવ બચી ગયા છે. ખાસ મહત્વની બાબત એ છે કે, અનલોક-1 ના તબક્કામાં વ્યક્તિગત રીતે તેમજ સામાજિક રીતે લોકોની લાપરવાહી વધી છે. કોરોનાનાં પ્રતિકાર માટે કાળજી લેવામાં લોકો લાપરવાહ બની રહ્યાં છે. નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવી રહ્યું. સોશ્યલ ડિસ્ટન્સિંગ- બે મીટરનું અંતર  ના રાખવું. માસ્ક ના પહેરવો, હાથ ના ધોવા એ લાપરવાહી છે. લોકોએ નિયમોનું પાલન કરવા બાબત સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. આવી બાબતોમાં લાપરવાહી ચિંતાનું કારણ છે.

          વડાપ્રધાન મોદીએ  જણાવ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિમાં ગંભીરતાથી નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. તેવી જ કાળજી હાલના સમયમાં રાખવી પણ જરૂરી છે. ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ( રહેનારા) લોકોએ પોતાની તેમજ પોતાની આસપાસરહેતા લોકોની કાળજી રાખવી જોઈએ. લોકડાઉનની સ્થિતિમાં નિયમનું પાલન ન કરનારા એક દેશના પ્રધાનમંત્રીને પણ રૂપિયા 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઈની પણ શેહ શરમમાં આવ્યા વિના સંબંધિત તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવામાં આવવું જોઈએ. બધા સાથે સમાન રીતે નિયમોની જાળવણી કરાવવવાનું અતિ  આવશ્યક છે. ગરીબોનાં ઘરમાં ચુલો ના સળગે તેવી પરિસ્થિતિ ચ આવે તેનું ધ્યાન રાખવાનું કામ સહુ કોઈનું છે. સમયસર નિર્ણય કરવાથી કોઈ પણ સંકટનો સામનો કરી શકાય છે. કોરોનાના સંમય- કાળમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ, 20 કરોડ લોકોના જનધન ખાતામાં નાણાં જમા કરાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી કલ્યાણ યોજના હેઠળ, સરકાર 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.અમેરિકા, બ્રિટન, સહિતના મોટા દેશો કરતાં આપણા દેશમાં લોકોને સરકારે વધુ સહાય કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ,આગામી નવેમ્બર મહિનાના અંત સુધી એટલે કે દિવાળી સુધી ચાલુ રાખવાની જાહેરાત કરતાં વડાપ્રધાન મોદી એ જણાવ્યું હતું કે, આયોજના હેઠળ, દર મહિને પાંચ મહિના સુધી લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા અને ચણા વિના મૂલ્યે આપવામાં આવશે. આશરે દેશના 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે કેન્દ્ર સરકાર 90 હજાર કરોડથી  વધુ રુપિયાનો  ખર્ચ કરશે.આખા ભારતમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડની યોજનાને પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. જેથી ગરીબ લોકોને ફાયદો થશે. કોરોના મહામારીનો સામનો કરતાં રહીને આપણે નિરંતર ગરીબો, વંચિતો અને અશક્તો માટે નિરંતર કાર્ય કરતાં રહીશું. ભારતને આત્મ- નિર્ભર બનાવવા રાત- દિવસ મહેનત કરીશું. આપણે સહુ હળી-મળીને કોરોનાનો જંગ જીતીશું. વડાપ્રધાને પોતાના પ્રવચનના અંતમાં લોકોને માસ્ક પહેરવા, બે મીટરનું અંતર રાખવા તેમંજ સંબંધિત તંત્ર દ્વારા  આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here