કોમનવેલ્થમાં હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ મેડલ

 

સુરત: કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨નું આયોજન બમિર્ંગહામ કરવામાં આવ્યું છે. કોમનવેલ્થના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને ૩-૧થી હરાવ્યું છે. ભારત માટે ડબલ્સમાં હરમીત દેસાઈ અને સાથિયાન જ્ઞાનશેખરને દમદાર પ્રદર્શન કરી યોંગ ઇઝાક ક્વેક અને યુએન કોએન પેંગને હરાવ્યા. મેન્સ સિંગલ્સની સરખામણીએ હરમીત દેસાઈએ સા‚ં પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરમિત દેસાઈ ગુજરાતના સુરતના રહેવાસી છે. હરમિત દેસાઈએ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ ૧૧ મેડલ મળ્યા છે. જેમાં પાંચ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારે ટેબલ ટેનિસમાં હરમીતની જીતને માતાપિતાએ વધાવી હતી. જોકે, હરમીત દેસાઈનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ નથી. પરંતુ અગાઉ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ અને કોમનવેલ્થ ગેમ્સમાં એક ગોલ્ડ જીતી ચુક્યો છે. ત્યારે ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈના ભાઇને આ રમતનો શોખ છે. હરમિતના મોટા ભાઈએ શ‚આતમાં તેને ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ તેની રમત વિકસી અને તેને અન્ય સુવિધાઓ પણ મળવા લાગી. વર્ષ ૨૦૧૯માં તેને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. હરમીત આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન રમતમાં મેડલ જીત્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here