ચિરાગ-સાત્વિકે ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન જીત્યું: આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી

જકાર્તાઃ ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઇ રહેલી ઇન્ડોનેશિયા ઓપનમાં ભારતના સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ઇતિહાસ રચ્યો હતો. પુરુષોની ડબલ્સ જોડી સુપર-૧૦ રેટેડ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ જોડી બની. સાત્વિક-ચિરાગે સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાના કાંગમીન અને સિઓ સેઉંગ-જેને ત્રણ ગેમમાં ૧૭-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૮થી હરાવ્યા. સાત્વિક-ચિરાગ ગયા વર્ષ સુપર-૭૫૦ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની હતી. વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે રહેલા સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડીઅને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. સેમિફાઇનલ મેચની પ્રથમ ગેમમાં સાત્વિક-ચિરાગની શરૂઆત સારી રહી ન હતી. ૩-૬થી પાછળ રહેલી ભારતીય જોડી૧૫-૧૯થી પાછળ હતી અને ૧૭-૨૧થી ગેમ હારી ગઇ હતી, પરંતુ બીજી ગેમમાં ભારતીય જોડીએ શરુઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને હાફ ટાઇમમાં ૧૧-૪થી આગળ રહી હતી. અંતે સ્કોર ૧૮-૧૫ હતો પરંતુ સાત્વિક-ચિરાગે પછી ૨૧-૧૯થી ગેમ પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી ગેમમાં બંને ૫-૫ની બરાબરી પર હતા. આ પછી સાત્વિક-ચિરાગે ૧૨-૫ની સરસાઇ મેળવી હતી. કોરિયન જોડીએ પુનરાગમન કરીને સ્કોર ૧૬-૧૬ની બરાબરકરી લીધો હતો,પરંતુ અહીંથી સાત્વિક -ચિરાગે મેચ જીતી લીધી હતી. બેડમિન્ટન રેન્કિંગ ટુર્નામેન્ટના ગ્રેડ દ્વારા નક્કી કરવામાં આવે છે. બીડબલ્યુ એફ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટમાં સુપર ૧૦૦૦, ૭૫૦, ૫૦૦, ૩૦૦ અને સુપર ૧૦૦ ઇવેન્ટનો સમાવેશ થાય છે. વિજેતાને રેન્કિંગ અનુસાર પોઇન્ટ મળે છે. ઉદાહરણ તરીકે, સુપર ૧૦૦૦ સ્પર્ધાના વિજેતાને ૧૨હજાર પોઇન્ટ મળે છે. જયારે, સુપર ૧૦૦ ટુર્નામેન્ટના વિજેતાને ૫ હજાર૫૦૦ પોઇન્ટ મળે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક જીતવા માટે મહત્તમ ૧૩ હજાર પોઇન્ટ ઉપલબ્ધ છે. વિશ્વ રેન્કિંગ કુલ પોઇન્ટના આધારે નક્કી કરવામાં આવે છે. વિજેતા ઉપરાંત, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ફાઇનલિસ્ટ, સેમી-ફાઇનલિસ્ટથી લઇને શટલર્સને પણ તેમના ગ્રેડ અને સ્થિતિ અનુસાર પોઇન્ટ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here