આણંદ અને નડિયાદ શહેરના હદ વિસ્તારમાં પ મે,ર૦ર૧ સુધી રાત્રી કફર્યૂ લંબાવાયો

 

આણંદઃ ગુજરાત રાજયમાં કોરોના સંક્રમણની ગતિ અનેક જિલ્લાઓમાં ભયાવહ બની રહી છે. સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉપરાંત સંક્રમિત અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના કારણે રાજયના મોટાભાગના શહેરોની કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઇ ગયાનું જોવા-સાંભળવા મળે છે. તેમાંયે હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઇન્જેકશન સહિતની સુવિધા મેળવવામાં દર્દી અને તેના પરિવારજનોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજય સરકાર દ્વારા સંક્રમણને અટકાવવા માટે જરૂરી નિયંત્રણો મૂકીને આવશ્યક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ આણંદ, નડિયાદ સહિત રાજયના ર૯ શહેરોમાં અગાઉ તા. ૩૦ એપ્રિલ,ર૦ર૧ સુધી રાત્રિ કરફયુનો નિર્ણય લેવાયો હતો. પરંતુ સંક્રમણના વધતા જતા કેસોના પગલે હવે કરફયુની મુદ્દત લંબાવવામાં આવી છે. આથી તા. પ મે, ર૦ર૧ સુધી આણંદ, નડિયાદમાં પણ રાત્રિના ૮થી સવારે ૬ કલાક સુધી રાત્રિ કરફયૂ અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજયના ગૃહ વિભાગ દ્વારા કરાયેલ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here