બરાક ઓબામાએ વંશીય ટિપ્પણી બદલ ગુસ્સે થઈ મિત્રને મુક્કો મારીને નાક તોડી નાખ્યું હતું

 

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે શાળાના દિવસોમાં લોકર રૂમમાં લડાઈ દરમિયાન તેમણે એક મિત્ર દ્વારા કરાયેલી વંશીય ટિપ્પણી બાદ તેનું નાક તોડી નાખ્યું હતું. વ્ત્ર્ફૂ ણ્જ્ઞ્શ્રશ્રના જણાવ્યાં મુજબ ૪૪મા અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ બ્રૂસ સ્પ્રિંગસ્ટીન સાથે પોતાના સ્પોર્ટિફાય પોડકાસ્ટના એક એપિસોડમાં આ અનુભવ શેર કર્યો. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે જ્યારે હું શાળામાં હતો ત્યારે એક મિત્ર સાથે બાસ્કેટબોલ મેચ રમ્યા તે વખતે લોકોમાં ઝગડો થયો હતો. આ દરમિયાન તેણે વંશીય ટિપ્પણી કરી. ઓબામાએ હસતાં હસતાં કહ્યું કે ‘કદાચ એ મિત્ર પણ જાણતો નહતો કે આખરે એ શું કહી રહ્યો છે પરંતુ મને યાદ છે કે મેં તેના મોઢા પર એક મુક્કો માર્યો અને તેનું નાક તોડી નાખ્યું હતું.’ ઓબામાએ કહ્યું કે ‘મેં મારા એ મિત્રને સમજાવ્યો કે ફરીથી આવી ટિપ્પણી મારી સામે ન કરતો.’ ઓબામાએ  પહેલીવાર જાહેરમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. 

ઓબામાએ કહ્યું કે વંશીય ટિપ્પણી દ્વારા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરવી સારી વાત નથી. તેમણે કહ્યું કે હું ગરીબ હોઈ શકુ છું, હુ અજ્ઞાની હોઈ શકુ છું. હું કદરૂપો હોઈ શકુ છું. બની શકે કે હું પોતાને પસંદ નથી કરતો. હું દુઃખી હોઈ શકું છું. પરંતુ શું તમે જાણો છો કે હું શું નથી? ઓબામાએ સ્પ્રિંગસ્ટીનને કહ્યું, ‘હું તમારા જેવો નથી.’ અત્રે જણાવવાનું કે બરાક ઓબામાએ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે અને ત્યાબાદ બાદ પણ અમેરિકામાં વંશવાદના પ્રભાવને લઈને અનેકવાર ચર્ચા કરી છે. તેમણે ૨૦૧૫માં એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે અમેરિકામાં વંશવાદ યોગ્ય નથી. તેમણે દક્ષિણ કેરોલિનામાં ઐતિહાસિક બ્લેક ચર્ચામાં ફાયરિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

અમેરિકાના બાયડેન પ્રશાસને ટ્રમ્પ યુગની સખત નીતિ ઉલટાવી છે અને તમામ લાયક વ્યક્તિઓ માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનાવવાનો માર્ગ મોકળો કરતા નેચરલાઇઝેશન ટેસ્ટ મોડ્યુલની ૨૦૦૮ની આવૃતિ ફરી શરૂ કરી છે.

યુએસસીઆઇએસ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું કે તે પહેલી માર્ચ ૨૦૨૧થી શરૂ થાય તે રીતે નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટના ૨૦૦૮ના વર્ઝન તરફ પાછું જાય છે. અગાઉના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા અને પ્રશ્નોની સંખ્યા વધારીને ૧૦૦ પરથી ૧૨૮ કરવામાં આવી હતી અને બહુહેતુક પ્રશ્નોમાં સાચા જવાબોમાં રાજકીય અને વૈચારિક રંગ આવે તે રીતે પ્રશ્નો રખાયા હતા. આ કસોટીના ફેરફારો પાછા ખેંચવાની જાહેરાત કરતા યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઇએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમણે ૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ કે તે પછી અરજી કરી હોય તેવી વ્યક્તિઓને આ ટેસ્ટ લાગુ પડશે. જેઓ નેચરલાઇઝેશન વડે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે અરજી કરે છે તેવા અરજદારોની સિવિક્સ ટેસ્ટ લેવામાં આવે છે અને તે નેચરલાઇઝેશન માટેની બંધારણીય જરૂરિયાતોમાંની એક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here