નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ કહે છેઃ અમેરિકા સાથે વ્યાપારના ક્ષેત્રમાં મતભેધ ઓછા થયા છે..

0
1084

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું કે, ભારત- અમેરિકા વચ્ચે વેપારના ક્ષેત્રમાં સર્જાયેલા મતભેદો ધીરે ધીરે ઓછા થતા જાય છે. બન્ને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ સમજૂતી થવાની આશા છે. નિર્મલા સીતારમણ હાલમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠકમાં હાજરી આપવા અમેરિકાની મુલાકાતે આવ્યા છે. તેમણે શુક્રવાર 18 ઓકટોબરે ભારતીય મિડિયાને ઉપરોક્ત માહિતી આપી હતી. 

   ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અગાઉ આપેલા નિવેદન બાબત પ્રતિભાવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, હું ડો. મનમોહન સિંહનો આદર કરું છું. તેઓ સન્માનનીય વ્યક્તિ છે. પરંતુ તેમના સમયે શું ખોટું થયું હતું તે યાદ કરવું જરૂરી છે. નિર્મલા સીતારમણે અગાઉ એવું નિવેદન કર્યું હતું કે,ડો.  મનમોહન સિંહ અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના સમયકાળમાં સરકારી બેન્કોની હાલત સૌથી વધારે ખરાબ હતી.

   નાણાંપ્રધાન નિર્મલા સીતારમણએ કહ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ છે. ગ્રોથ વધારવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here