એમસીડીમાં આમ આદમી પાર્ટીનો ૧૩૪ વોર્ડ પર વિજય

 

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીનાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ૪થી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો પ્રસિદ્ધ થઈ ચૂકયાં છે. જેની મતગણતરી પૂરી થતાં આમ આદમી પાર્ટીને  ૧૩૪ બેઠકો મળી છે. તેથી ૨૫૦ બેઠકો ધરાવતાં આ કોર્પોરેશનની ચૂંટણીનો ૧૨૬નો મેજિક નંબર તો તેણે સરળતાથી વટાવી દીધો છે. તે પછી, ભાજપ ૧૦૪ બેઠકો સાથે તદ્દન તેની નજીક રહ્યો છે. દેશ ઉપર સીત્તેર વર્ષ શાસન કરનાર કોંગ્રેસ પક્ષને માત્ર ૯ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. અન્યોને ફાળે ૩ બેઠકો મળી છે. 

પાટનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૨૫૦ વોર્ડ છે, આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર મંડાઈ હતી. આપના નેતા કેજરીવાલ તો આ વિજયથી હર્ષોન્માદમાં આવી ગયા છે, પરંતુ નિરીક્ષકો કહે છે કે તેઓ તેમનું ડગલું ડગલું દબાવી રહેલા રાષ્ટ્રીય પક્ષ ભાજપ પ્રત્યે બેધ્યાન થઇ જશે તો ભવિષ્યમાં તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ચૂંટણીનું એક આશ્ર્ચર્યજનક પાસું એ છે કે સુલતાનપુર વોર્ડમાંથી આપના સભ્ય એક ટ્રાન્સજેન્ડર બોબી કિન્નર પણ ચૂંટાઈ આવ્યા છે. સામાન્યત: ચૂંટણી પરિણામો પછી બનતું જ રહે છે તેમ પક્ષો એક બીજા પર આક્ષેપો કરતા જોવા મળતા જ હોય છે. આપના નેતાએ કહ્યું હતું કે, ભાજપે દિલ્હીમાં કચરાના ઢગ કર્યા હતા અમે તેને સાફ કરીશું. ૨૫૦ વોર્ડની આ ચૂંટણીમાં કુલ ૧૩૪૯ ઉમેદવારો હતા. મતદાનની ટકાવારી ૫૦.૪૮ ટકા રહી હતી. એમસીડી ઉપરથી ભાજપનું ૧૫ વર્ષનું શાસન દૂર થયું છે.

જીત બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે દેશમાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ ટક્કર હોવાનો માહોલ બની રહ્યો છે. કેજરીવાલની સામે મોદીની ચર્ચા થઇ રહી છે. આપે આ નિવેદન આપીને વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને ટક્કર થવાના સંકેત આપ્યા છે. અમે દિલ્હીમાં ચોથી ચૂંટણી જીતી ગયા છીએ. જનતાએ અમારા કામને આવકાર્યું છે. દિલ્હીમાં સાફ સફાઇ અને કચરાને લઇને મોટો વિવાદ એમસીડીના પૂર્વ ભાજપ પ્રશાસન અને દિલ્હીની આપ સરકાર વચ્ચે ચાલી રહ્યો હતો. હવે આપે કહ્યું છે કે અમે દિલ્હીમાંથી કચરાની સારી રીતે સાફસફાઇ કરી સકીશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here