ઇસરોએ PSLV-C56 સહિત અન્ય છ ઉપગ્રહો લોન્ચ કર્યા

ઇસરોએ સિંગાપોરના DA-SAR સેટેલાઇટ સહિત સાત સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા. ઇસરોનું રોકેટ ડફજહ ઈ-૫૬ એ આ ઉપગ્રહોને લઇને સવારે ૬.૩૦ વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. બાદમાં ઇસરોએ જાહેરાત કરી કે મિશન સફળ રહ્યું છે અને સિંગાપોરના આ સાત ઉપગ્રહોને નિયુકત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે.
ઇસરોએ જણાવ્યું હતું કે લીડ સેટેલાઇટ લિફટ-ઓફ થયાના લગભગ ૨૩ મિનિટ પછી અલગ થઇ ગયો હતો અને ત્યારબાદ અન્ય છ સહ પેસેન્જર ઉપગ્રહોને અલગ કરવામાં આવ્યા હતા, જેને ક્રમિક રીતે નિયુકત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ પર, ઇસરોએ ટ્વિટર પર લખ્યું, ડફજહ ઈ-૫૬-DA-SAR મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું. ડફજહ ઈ-૫૬ રોકેટે તમામ સાત ઉપગ્રહોને તેમની નિયુકત ભ્રમણકક્ષામાં ચોક્કસ રીતે લોન્ચ કર્યા. કરાર માટે એનએસઆઇએલ ઇન્ડિયા અને સિંગાપોરનો આભાર.
ઇસરોના વડા એસ. સોમનાથે મિશનની સફળતા બાદ તમામને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ડફજહ ઈ-૫૬ દ્વારા લોન્ચ કરાયેલા મુખ્ય ઉપગ્રહ DA-SAR સહિત તમામ સાત ઉપગ્રહોને સફળતાપૂર્વક યોગ્ય ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઇસરોનું સંપૂર્ણ વ્યાપારી મિશન છે, જેનું સંચાલન ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ માટે કાઉન્ટડાઉન શરૂ થયું હતું. ઇસરોએ માહિતી આપી કે ૩૬૦ કિલોગ્રામનો DA-SAR ઉપગ્રહ સિંગાપોર સરકારની પ્રતિનિધિ એજન્સી અને સિંગાપોરની કંપની એસટી એન્જિનિયરિંગ સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે. એપ્રિલમાં પણ સિંગાપોર માટે ડફજહ-ઈ-૫૫-૨ મિશન મોકલવામાં આવ્યું હતું. ઇસરોએ જણાવ્યું કે પીએસએલવીની આ ૫૮મી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here