આ શાહીન બાગ નહિ, શૈતાન બાગ છે, અમે દેશને સિરિયા નહિ બનવા દઈએઃ તરુણ ચુઘ

 

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘે કહ્યું હતું કે શાહીન બાગ હવે શૈતાન બાગ બની ગયો છે. સડક રોકીને લોકોને ડરાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમે આ દેશને સિરિયા બનવા નહિ દઈએ. આ ભારત છે અને રહેશે, એમ તરુણ ચુઘે કહ્યું હતું. 

છેલ્લા એક-સવા મહિનાથી શાહીન બાગમાં નાગરિકતા અંગેના નવા કાયદા (ઘ્ખ્ખ્) વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ દેખાવો મુસ્લિમ મહિલાઓ કરી રહી છે. તેમને રોજ સો-બસો રૂપિયા આપીને આ દેખાવો કરાવવામાં આવી રહ્યા છે એવા પણ આક્ષેપ થયા હતા.

આ મહિલાઓએ ઇશાન (નોર્થઇસ્ટ) દિલ્હીમાં નોઇડા સાથે જોડાતી મુખ્ય સડક અવરોધાઈ જાય એ રીતે અડ્ડો જમાવ્યો છે. એને કારણે સ્થાનિક લોકોને પણ જબરદસ્ત અગવડ પડે છે, ખાસ કરીને નોકરીએ જવાવાળા લોકો હેરાન થાય છે. જોકે પોલીસની સમજાવટથી આ મહિલાઓએ સોમવારે ૨૭મી જાન્યુઆરીએ સ્કૂલ-બસો અને એમ્બ્યુલન્સ માટે થોડો રસ્તો ખોલી આપ્યો હતો. દિલ્હીમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે, એટલે દરેક રાજકીય પક્ષ અને નેતા મતદારોને રીઝવવા જાતજાતના આક્ષેપ કરે છે.  મતદાન આડે ફક્ત એક અઠવાડિયું બાકી રહ્યું છે. એવા સમયે ભાજપે નાગરિકતા અંગેના નવા કાયદાનો વિરોધ કરનારા સામેની પોતાની ઝુંબેશ એકદમ આક્રમક બનાવી દીધી હતી.

તરુણ ચુઘે કહ્યું હતું કે સિરિયામાં જેમ આઇએસઆઇએસ સ્ત્રીઓ અને બાળકોનો જિહાદમાં ઉપયોગ કરી રહ્યું છે એમ અહીં મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવી છે. અમે અહીં હાફિઝ સૈયદના વિચારોનો અમલ નહિ કરવા દઈએ. પોલીસ અને સ્થાનિક નેતાઓની સમજાવટનો કશો અર્થ સર્યો નથી. આ મહિલાઓ અહીંથી ખસવા પણ તૈયાર નથી. ભાજપ સિવાયના દરેક રાજકીય પક્ષ આ ધરણાંનો યશ ખાટવા વ્યર્થ પ્રયાસો કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here