ઘરઆંગણે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડનો ૨૨૭ રનથી સૌથી મોટો વિજય

Cricket - Ashes 2019 - Fifth Test - England v Australia - Kia Oval, London, Britain - September 14, 2019 Australia's Nathan Lyon reacts Action Images via Reuters/Andrew Boyers/Files

 

ચેન્નાઇઃ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને ૨૨૭ રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા સામે ૪૨૦ રનનો મોટો લક્ષ્યાંક હતો, જેની સામે ભારતની ટીમ માત્ર ૧૯૨ રન જ બનાવી શકી હતી. અંતિમ દિવસે યજમાન ટીમે ૩૮૧ રન બનાવવાના હતા, પરંતુ જેમ્સ એન્ડરસન, જેક લીચની ખતરનાક બોલિંગ સામે આખી ભારતીય બેટિંગ લાઇન-અપ પડી ભાંગી હતી. ભારતને ઇંગ્લેન્ડ સામે સૌથી મોટી હાર (રનની દ્રષ્ટિએ) સહન કરવી પડી છે. આ પહેલા ૨૦૦૬માં ઈંગ્લેન્ડે મુંબઈમાં ભારતીય ટીમને ૨૧૨ રનથી હરાવી હતી.

જ્યારે સાતમી વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી પૂર્ણ થઈ ત્યારે બેન સ્ટોક્સે ૫૧ ઓવરના પહેલા જ બોલ પર અશ્વિનને આઉટ કર્યો હતો. અને વિરાટ-અશ્વિન જોડીએ ૯૯ બોલમાં બાવન રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નાઇ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી છે. આ તેની કારકિર્દીની ૨૪મી અડધી સદી છે. કોહલીએ ૭૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ટીમ ઈન્ડિયાની એકમાત્ર આશા વિરાટ કોહલીને પણ ક્લીન બોલ્ડ થયો હતો. બોલ પિચ પર પડ્યા પછી ઘણો નીચો રહ્યો અને વિરાટનો દાવ ૭૨ રને સમાપ્ત થયો. પ્રથમ ઇનિંગ્સમાં ૮૫ રન બનાવનાર વોશિંગટન સુંદર પણ બીજી ઇનિંગમાં નિષ્ફળ ગયો હતો. તે ખાતું ખોલાવ્યા વિના જ બહાર નીકળી ગયો. અને તેને ડોમ બેસ દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે આ છઠ્ઠો આંચકો હતો.

ઇંગ્લેન્ડ તેની બીજી ઇનિંગમાં માત્ર ૧૭૮ રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. અશ્વિને છ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સના આધારે, તેની પાસે ૪૧૯ રનની વિશાળ લીડ હતી, તેથી ભારતે હવે આ મેચ જીતવા માટે એક દિવસમાં ૪૨૦ રન બનાવવાના હતા. અગાઉ ભારત ૨૫૭/૬ ના ત્રીજા દિવસના સ્કોર કરતાં ૮૦ રન આગળ વધારવામાં સફળ રહ્યું હતું અને ટીમ ઈન્ડિયા ૩૩૭ રનમાં સમેટાઇ ગઇ હતી. વોશિંગ્ટન સુંદરે તેની સતત બીજી અડધી સદી ફટકારી હતી અને ૮૫ રન બનાવ્યા બાદ તે અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં ૫૭૮ રન બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here