લખીમપુર હિંસાની ઘટના પર ધ્યાન આપતી સુપ્રીમ કોર્ટઃ  

 

 લખીમપુર માં થયેલા ખેડૂતોની કરપીણ હત્યાના કાંડ પર હવે દેશની સર્વોચ્ચ અદાલતનું ધ્યાન ખેંચાયું છે. હવે આ મામલા પર સુપ્રીમ કોર્ટ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચીફ જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત તેમજ જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ ગુરુવારે આ મામલા બાબત સુનાવણી કરશે. લખીમપુરમાં ગત રવિવારે ચાર ખેડૂતો સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા. ખેડૂતોએ કરેલા દેખાવો અને વિરોધ પ્રદર્શનો બાદ હવે ચારેકોર આ મામલા અંગે ન્યાય અને તપાસની માગણી કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશની સરકારે આ અંગે એફઆીઆર દાખલ કરી હતી. કેન્દ્રીયમંત્રી અજય મિશ્રાના પુત્રની  વિરુધ્ધ લોકોનો મોટરચલાવીને કચડી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે કેન્દ્રીય મંત્રી ને તેમના પુત્રએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમમએ જણાવ્યું હતું કે, આ ઘટના સમયે તેઓ કે તેમનો પુત્ર ઘટનાસ્થળે હાજર નહોતા. વિપક્ષ દ્વારા તેમની સામે કાવતરું રચાયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ખેડૂતોની એક અરજી પર સુનાવણી કરતા ઝમાવ્યું હતું કે, જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે તેની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી હોતું. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ થતી અટકાવવી જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરતાં એટર્ની જનરલ  વેણુ ગોપાલે જણાવ્યું હતું કે, સખીમપુર જેવી ઘટનાઓ ના બને તેમાટે પગલાં લેવાં જરૂરી છે. ખેડૂતોનું આંદોલન અને વિરોધ પ્રદર્શનો પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here