અરવિંદ પટેલ (રાજભોગ) પરિવાર દ્વારા મોખાસણમાં અદ્યતન ગ્રામપંચાયત કચેરીનું લોકાપર્ણ

 

ગાંધીનગરઃ અમેરિકાના ન્યુ જર્સીમાં રાજભોગ પરિવાર તરફથી તેમના વતન મોખાસણસ્થિત અદ્યતન ગ્રામપંચાયત કચેરીનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિદેશમાં રહીને વતન સાથે સતત સંકળાયેલા રહેતા અનેક ફ્ય્ત્ પૈકી ન્યુ જર્સીના રાજભોગ સ્વીટ્સના અરવિંદભાઈ પટેલે તેમના વતન મોખાસણ (ગાંધીનગર)માં લોકોપયોગી સેવાઓમાં યોગદાન આપ્યું છે. અરવિંદભાઈ અને બળદેવભાઈ દ્વારા મોખાસણ ગામની પંચાયત કચેરીને રૂ. ૫૦ લાખના જંગી ખર્ચે અદ્યતન બનાવીને લોકોની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી. ડી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવનિર્મિત અદ્યતન ગ્રામપંચાયત કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અરવિંદ પટેલ પરિવારની કામગીરીને બિરદાવી હતી. એટલું જ નહિ, વિધાનસભામાં બજેટસત્ર દરમિયાન પણ મોખાસણમાં ફ્ય્ત્ પરિવાર કેવી રીતે પોતાના વતન સાથે જોડાયેલા રહે છે એનો પણ તેમણે સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.

આશરે ૧૫૦૦ જેટલા લોકોની હાજરીમાં મણિનગર ગાદી સંસ્થાનના ભગવતપ્રિયદાસજીએ આશીર્વચનો આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અરવિંદ પટેલ પરિવાર દ્વારા મોખસણમાં પ્રાથમિક શાળા પણ ચલાવવામાં આવેે છે, જ્યાં આશરે ૧૬૫ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રહેવા-ખાવાપીવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. આ પ્રસંગે અમેરિકાના રસિક પટેલ (કોકોનટ), રાજુ પટેલ (નેવોક એવન્યુ) ભાજપ પ્રદેશપ્રમુખ જિતુભાઈ વાઘાણીના સેક્રેટરી દિનેશ વ્યાસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here