એનપીઝેડ લો ગ્રુપ, પી.સી.ના એટર્ની લોયર્સ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતેઃ યુએસ ઇમિગ્રેશન લો વિશેની માહિતી રજૂ કરશે

0
1066

 

 

  

નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ દ્વારા એ જણાવતાં આનંદ થાય છે કે ફેબ્રુઆરી, 2018 દરમિયાન યુએસ ઇમિગ્રેશન એટર્ની, ડેવિડ નાચમન એસક્યુ. અને સ્નેહલ બત્રા એસક્યુ. ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ કોર્પોરેટ તેમ જ અન્ય ઉપભોકતાઓ અને મિત્રોને મળશે. તેઓ મુંબઈ અને ગુજરાતની મુલાકાત લેશે. નાચમન અને બત્રા 17મી ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેઓ અગાઉથી આયોજિત વિવિધ વ્યાવસાયિક કાર્યક્રમોમાં ભાગ લેશે, મિત્રોને મળશે અને મુંબઈમાં અમેરિકી કોન્સ્યુલેટની પણ મુલાકાત કરશે.

ટ્રમ્પ વહીવટી તંત્ર યુએસ ઇમિગ્રેશન રેગ્યુલેટરીમાં ઘણાં મહત્ત્વનાં પરિવર્તન મોટા પાયે કરી રહ્યું છે. નોનઇમિગ્રન્ટ અને ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસિંગ (જેવી કે એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા, એચ-4 વર્ક ઓથોરાઇઝેશન, ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ) હાલની આબોહવા માટે અને અમેરિકામાં (અને વિદેશની કોન્સ્યુલેટ ઓફિસોમાં પણ) અમલીકરણમાં વધારાના કારણે સતત પડકારજનક બની રહી છે.

આથી આ બાબતની વિગતવાર માહિતી અને લેટેસ્ટ જાણકારી મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ઉપલબ્ધ થાય તે મહત્ત્વનું છે. ગયા વર્ષની ભારતની અમારી મુલાકાત પછી, ઇમિગ્રેશનલક્ષી ઘણાબધા નવા બદલાવ આવ્યા છે, જેમાં એચ-4 વર્ક ઓથોરાઇઝેશન ટર્મિનેશન, એચ-વનબી વેજ લેવલ આઇ આરએફઇ ઇસ્યુ, ઓ-1 વિઝા પ્રોસેસિંગ ઇશ્યુ, એફ-1 સ્ટુડન્ટ વિઝા ડિનાઇલ્સ, 221 (જી) ડિલે વગેરે. નવા અમેરિકી વહીવટી તંત્ર સાથે પણ, અમે નવા વહીવટી તંત્ર અંતર્ગત ઇમિગ્રેશન અને વિઝાને લગતા કાયદા બાબતે શું આશા રાખી શકાય તેની સમજ માટે ભારતમાં ઉપભોક્તાઓને મદદ કરીશું.
અમેરિકામાં ડેવિડ નાચમન એસક્યુ. અને તેમની ફર્મ પાર્ટનર માઇકલ ફુલવાની એસક્યુ. અમેરિકી ઇમિગ્રેશન લો વિશેની માહિતી ટેલિવિઝન કાર્યક્રમોમાં આપતા રહે છે. ટીવી પર પ્રસારિત થયા પછી દર્શકો તેમના કેસો વિશે ઇ-મેઇલના સવાલો પૂછી શકે છે. તેઓ પોતાના પરિવારના કેસો અથવા તેઓના રોજગારદાતાઓની અરજીઓ વિશે પણ સવાલો પૂછે છે.

સ્નેહલ બત્રા એસ્ક્યુ, એનપીઝેડ લો ગ્રુપમાં કોન્સલ ડેવિડ નાચમન સાથે નવેમ્બરમાં ભારતની મુલાકાત દરમિયાન જોડાયા છે. સ્નેહલ બત્રા ભારતીય-અમેરિકન એટર્ની છે જેમને ઇમિગ્રેશન લો પ્રત્યે લગાવ છે. ભારતમાં જન્મેલાં અને ન્યુજર્સીમાં ઊછરેલાં સ્નેહલ બત્રા યુએસ ઇમિગ્રેશન પ્રોસેસમાં વસાહતીઓને જે અનુભવો થાય છે તે બાબતની વિવિધ મુશ્કેલીઓ અને પડકારોને કેવી રીતે હલ કરવા તેની સમજ ધરાવે છે.

નાચમન અને બત્રા યુએસ ઇમિગ્રેશન લો બાબતમાં ચાલતા પરિવર્તન વિશે સતત લેખો લખતા રહે છે અને પ્રવચનો પણ કરે છે. નાચમન અને બત્રા મુંબઈ અને ગુજરાતમાં પણ વિનંતી હશે તો અલગ વ્યક્તિગત બેઠક રાખશે. આ અંગે રસ ધરાવતા લોકોએ અમને ઈ-મેઇલ કરવોઃ  [email protected]

યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટીને લગતા કાયદાઓની તમારા પર, તમારા પરિવાર, તમારા મિત્રો, તમારાં સગાંસંબંધીઓ પર કેવી અસર પડી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો અથવા નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો ઈ-મેઇલ [email protected] પર સંપર્ક કરી શકો છો અથવા 201-670-0006 (107) પર ફોન કરી શકો છો અથવા અમારી લો ફર્મની વેબસાઇટ    www.visaserve.com    નિહાળી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here