અશ્વેત નાગરિકની હત્યાનો મામલોઃ હ્યુસ્ટન પોલીસતંત્રના ચીફે  પ્રમુખ ટ્રમ્પને કહ્યું : સારી સલાહ ના આપી શકતા હોવ તો મહેરબાની કરીને તમારું મોઢું બંધ રાખો..

FILE PHOTO: U.S. President Donald Trump walks from Marine One upon his return to the White House in Washington, U.S., March 19, 2017. REUTERS/Joshua Roberts

 

          તાજેતરમાં જ્યારે ટેર ઠેર લોકોના વિરોધ પ્રદર્સનો વધવા માંડ્યા ત્યારે પ્રમુખ ટ્રમ્પે બધા રાજ્યોના ગવર્નરો સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમણે ગર્વનરોને દેખાવકારો સાથે કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. તેમણે ગવર્નરોને કમજોર કહ્યા હતા. ટ્રમ્પે પ્રદર્શનકારીઓ પર ભયાનક શ્વાન છોડવાની કે તેમનસાથે ગોળીથી કામ લેવાની વોર્નંગ આપી હતી. તેમણે ગવર્નરોને કહ્યું હતું કે, વિરોધ કરનારાઓ પ્રત્યે સખત બનો, કમજોરી ના બતાવો. વિરોધીઓને દબાવી દો. 

  હ્યુસ્ટનના પોલીસ ચીફોે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. તેમમે પ્રમુખને ઉદેશીને કહ્યું હતું કે, આ સમય લોકોને ઉશ્કેરવાનો નથી. આ સમય લોકોના દિલ  જીતીને તેમને આશ્વાસન આપવાનો છે.  પરિસ્થિતિને શાંતિપૂર્ણ બનાવવાનો છે. આખા દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો ગુસ્સે ભરાયા છે. સહુને ભય લાગી રહ્યો છે. સાવ અનિશ્ચિતતા વરતાઈ રહી છે. આવી સ્થિતિમાં આપણને યોગ્ય નેતૃત્વની જરૂરત છે. આપનું નેતૃત્વ લોકોને દુખ પહોંચાડી રહ્યું છે. તમે જો કશું સારું ના બોલી શકતા હોવ તો મહેરબાની કરીને તમારું મોઢું બંધ રાખો. 

 પોલીફ ચીફે પ્રમુખને નિવેદન કરતાં કહ્યું હતું કે, તમે આ મહાન રાષ્ટ્રના પ્રમુખ છો, તમારા દરજ્જાને શોભે એવો નિર્ણય લો, આ હોલીવુડ નથી, વાસ્તવિકતા છે..જ્યાં લોકોનું જીવન ભયમાં છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here