અક્ષયકુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર કુવૈત અને ઓમાનમાં પ્રતિબંધ લદાયો

 

અોમાનઃ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું જીવનઍ હકીકતની સાક્ષી પૂરે છે કે ભારતીયો જે યોગ્ય છે તેના માટે હંમેશા ઉભા રહ્નાં હતા અને નિર્દયી આક્રમણકારોથી પોતાના દેશનું રક્ષણ કર્યું હતું જેઓ ફક્ત લૂંટવા અને આપણા લોકોની હત્યા કરવા માંગતા હતા. આ ફિલ્મ અત્યારે ખરેખર ચર્ચાનો મુદ્દો બની રહી છે અને લોકોની અપેક્ષા ખૂબ વધી રહી છે. તેમના જીવન પર આધારિત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી માત્ર ઍક જ પ્રશ્ન થાય છે કે લોકો ઇતિહાસ પર ઍક નજર કેમ નથી નાંખી શકતા અને ભારત અને હિન્દુઓ સાથે જે બન્યું તે શા માટે સ્વીકારી શકતા નથી. અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વીરાજ ૩ જૂને રિલીઝ થઈ. આ ફિલ્મમાં અક્ષય અને માનુષી મુખ્ય ભૂમિકામાં છે. રિલીઝના ઍક દિવસ અગાઉ ઓમાન અને કુવૈતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્ના છે. આ ફિલ્મ સાથે જોડાયેલા વિશ્વસનીય સૂત્રોઍ જણાવ્યું છે કે, ઓમાન અને કુવૈતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેની પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ફિલ્મ અત્યારે ખરેખર ચર્ચાનો મુદ્દો બની રહી છે અને લોકોની અપેક્ષા ખૂબ વધી રહી છે. ઍક અહેવાલ મુજબ, નામ ન આપવાની શરતે ઍક વરિષ્ઠ વ્યાપારિક સૂત્રઍ જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કુવૈત અને ઓમાન જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં આપણા સાહસિક હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને હિંમત પર આધારિત ઍક ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઍવું લાગે છે કે આ દેશોઍ ફિલ્મની રજૂઆત અંગે આ અલગ વલણ અપનાવ્યું છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ દ્વારા માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. અક્ષય કુમાર અભિનીત સમ્રાટ પૃથ્વીરાજ નીડર અને સાહસિક રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજનું પાત્ર નિભાવશે જેણે ઘોરના મોહમ્મદ સામે બહાદૂરી પૂર્વક લડત આપી હતી. જ્યારે માનુષી છીલ્લર ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણની પ્રેમિકા સંયોગીતાનું પાત્ર નિભાવશે. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here