અમૂલની અનોખી પહેલઃ વતન છોડ્યાં વગર બની શકો છો કરોડપતિ

 

આણંદઃ એસએપી ઈન્ડિયા  અને અમૂલે આણંદની અમૂલ ડેરીમાં નોલેજ ટ્રાન્સફર અને ટેક્નોલોજી ક્ષમતા સ્થાપિત કરવા પર કેન્દ્રીત સંયુક્ત સામુદાયિક પહેલની જાહેરાત કરી હતી. જે, બાળકો, યુવાનો, મહિલાઓ તથા ખેડૂતો સહિત ૧૫ લાખ ભારતીયોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આણશે. આ પહેલ સમુદાયની સામાજિક ઉદ્યોગસાહસિકતા, કુશળ કાર્યબળની ઉપલબ્ધિ, ડિજિટલ સમાવેશ તથા જાતિય સમાનતાના તફાવતને દૂર કરવા માટે તૈયાર કરાઈ છે. 

આણંદની અમૂલ ડેરીમાં ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં મેનેજીંગ ડીરેકટર આર. એસ. સોઢી, અમૂલનાં મેનેજીંગ ડીરેકટર અમિતકુમાર વ્યાસ, અને એસએપીના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર કુલમિત બાવાએ આ પ્રોજેકટની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ દરમિયાન ડીઝીટલ શિક્ષણ પ્રાપ્ત કરનાર મહિલાઓ દ્વારા પોતાનાં અનુભવો રજુ કરવામાં આવ્યા હતા.

પાયાના સ્તરે સાક્ષરતા અને સમાવેકતાને પ્રોત્સાહન આપવા માટે એસએપી અને અમૂલે સંયુક્ત રીતે ડિજિટલી સમાવેશક પારિસ્થિતિક તંત્રની રચના કરી છે. જે કોડિંગ, અંગ્રેજી ભાષામાં કુશળતા તથા સામાજિક-આર્થિક તકો જેવા ક્ષેત્રોમાં ટેકનિકલ શિક્ષણ અને વ્યાવસાયિક સહાય ઉપલબ્ધ બનાવશે. આ સહયોગ બંને કંપનીઓના દીર્ધકાલીન જોડાણનું કુદરતી વિસ્તરણ છે, જે લાંબાગાળા માટે પર્યાવરણલક્ષી સમુદાયના નિર્માણ માટે બે દાયકા જેટલા સમયથી સંશોધન અને પ્રતિબદ્ધતા પર આધારિત છે.

ભારતની આશરે ૬૬ ટકા વસતિ ગ્રામીણ વિસ્તારોમા રહે છે. ભારતમાં ગામડામાં વસતા મોટાભાગના લોકો જીવનયાપન માટે કૃષિ, પશુપાલન અને ડેરી પર આધાર રાખે છે. વિવિધ સરકારો દ્વારા તેમને બહેતર શિક્ષણ, પરિવહન, નાણાંકીય સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. સમાવેશક અને સાતત્યપૂર્ણ સામુદાયિક વિકાસના ધ્યેય સાથે અમુલ અને એસએપીએ આ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકો અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત ડિજિટલ સાક્ષરતા અને કૌશલ્ય વર્ધન તાલીમ ઉપલબ્ધ બનાવાશે.

ભારતના પાંચ ટ્રિલિયનના અર્થતંત્રને વેગ આપવા માટે આપણે ડિજિટલ રીતે સાક્ષર હોય તેવા સમુદાયોનો વિકાસ કરવો પડશે. અંતરિયાળ ગામોના નાગરિકોમાં ડિજિટલ સાક્ષરતા, કોડિંગ, પ્રોબ્લેમ સોરંલ્વગ અને અંગ્રેજીની કુશળતા વિકસાવવા દ્વારા આ કાર્ય પાર પાડવામાં આવશે જેથી નવી શિક્ષણ નીતિને સહેલાઈથી અપનાવી શકાય.  શાળામાંથી કાર્યબળનું પરિવર્તનઃ અંતરિયાળ પ્રદેશના વિદ્યાર્થીઓ સરળતાથી કાર્યબળમાં પરિવર્તિત થઈ શકે તથા તેમની રોજગારીની તકોમાં વધારો થાય તે માટે લ્વ્ચ્પ્ આધારિત શૈક્ષણિક માહોલ તૈયાર કરાશે. તેનાથી શાળાઓમાંથી ડ્રોપઆઉટ્સની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત શિક્ષણમાં સુધારો થશે તથા ક્રિટિકલ રિઝનિંગ અને વિશ્લેષાત્મક વિચારોને પ્રોત્સાહન આપવા દ્વારા રોજગારલક્ષી પ્રતિભાશાળી કાર્યદળનું સર્જન કરી શકાશે.

મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા ડિજિટલ વિશ્વના વધતાં વ્યાપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને ઉદ્યોગસાહસિકતાની વધુ તકો મળી રહી છે. રોજગારલક્ષી ૨૧મી સદીના કૌશલ્યોના ભાગરૂપે ૨૦,૦૦૦થી વધુ યુવતીઓને ડિજિટલ-ફાઇનાન્સિગ કૌશલ્યો અને કાર્યાત્મક સંચારમાં શીખવવામાં આવશે. જેનો ઉદ્દેશ સામાજિક વ્યવસાય ક્ષેત્ર માટે ટેકો મજબૂત કરવાનો અને જાતીય સમાનતા પ્રાપ્ત કરવાનો છે. આ પહેલ, સ્થાયી વિકાસનાં બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર મોડલ હેઠળ સમુદાયની માલિકી અને ભાગીદારીને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. ફળો ધરાવતા રોપાઓનું વાવેતર કરીને, કંપનીઓ જૈવવિવિધતામાં સુધારો કરવામાં, જમીનનું ધોવાણ ઘટાડવામાં અને ગ્રીન કવર વધારવામાં મદદ કરશે, જેથી ખેડૂતો અને તેમના પરિવારોની આજીવિકાને સહાય મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here