અમેરિકાએ ભારતની ટ્રાવેલ એડવાઇઝરીના નિયંત્રણ હળવા કર્યા

 

વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારત માટેની ટ્રાવેલ એડવાઇઝરીના નિયંત્રણ લેવલ ૪ના સૌથી ઊંચા સ્તરથી હળવા કરી લેવલ ૩ કર્યા છે. લેવલ ૪ એટલે મુસાફરીની સંપૂર્ણ મનાઈ. જ્યારે લેવલ ૩ એટલે નાગરિકોને મુસાફરી માટે પુનઃ વિચારણા કરવાની ભલામણ. ભારતમાં કોવિડ-૧૯ના કેસમાં ઘટાડાને પગલે અમેરિકાએ આ નિર્ણય લીધો છે. 

મંગળવારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાના ૩૦,૦૯૩  નવા કેસ નોંધાયા હતા અને કુલ કેસની સંખ્યા ૩,૧૧,૭૪,૩૨૨ થઈ હતી. અમેરિકાએ ગયા મહિને ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી ત્યારે દેશમાં બીજી લહેર ચાલુ હતી અને રોજના ૩ લાખ કેસ નોંધાતા હતા. અમેરિકાએ પાકિસ્તાન માટેની ટ્રાવેલ એડવાઇઝરીની ભલામણ લેવલ ૪થી ઘટાડી લેવલ ૩ કરી છે. અમેરિકાના નિર્ણયમાં ફેરફાર સૂચવે છે કે, ભારતમાં કોવિડ-૧૯ની સ્થિતિ સુધરી રહી છે.

ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે, વ્યક્તિએ CDC અધિકૃત વેક્સિનના બધા ડોઝ લીધા હશે તો કોવિડ-૧૯ના સંક્રમણનું જોખમ અને ગંભીર લક્ષણોની શક્યતા ઘટશે. 

આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરતા પહેલાં CDC વેક્સન લીધેલા અને નહીં લીધેલા મુસાફરો અંગેની ભલામણો ચકાસવી જરૂરી છે. CDC જણાવ્યા અનુસાર કોવિડ-૧૯ને કારણે ભારતમાં જવા અંગે પુનઃ વિચારણા કરો. ગુનાખોરી  અને આતંકવાદને કારણે વધારાની સાવચેતી રાખો. ઘ્ઝ઼ઘ્એ પાકિસ્તાન માટે પણ લેવલ-૨ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી છે. તે મહામારીની સ્થિત મધ્યમ સ્તરે હોવાનું સૂચવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here