વડાપ્રધાન મોદી ૧૩થી ૧૫ જુલાઇ દરમિયાન ફ્રાન્સ અને યુએઇની સત્તાવાર મુલાકાતે

ફ્રાન્સ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ૧૪ જુલાઇના રોજ યોજાનારી બેસ્ટિલ ડે પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. પેરિસમાં બેસ્ટિલ ડે પરેડના રિહર્સલમાં બેસ્ટિલ ડે પરેડના રિહર્સલમાં ભારતની ત્રણેય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ફ્રાન્સની મુલાકાત અંગે ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં, ફ્રેન્ચ એરફોર્સના કર્નલ થિયરીએ કહ્યું, જયારે હું અને મારા સૈનિકો બેસ્ટિલ ડે પરેડમાં કામ કરી રહ્યાં છીએ, ત્યારે અમે વડાપ્રધાન મોદી અને અમારા ફ્રેન્ચ રાષ્ટ્રપતિને જોઇશું. તે ખૂબ જ ભાવનાત્મક ઉદાહરણ છે કારણકે અમે તેમનાથી લગભગ૩૦ મીટર દૂર હોઇશું. તેથી તે ખૂબ પ્રભાવિત કરનાર ક્ષણ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩થી ૧૫ જુલાઇ, ૨૦૨૩ દરમિયાન ફ્રાન્સ અને યુએઇની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણપર ૧૩-૧૪ જુલાઇ દરમિયાન પેરિસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ૧૪ જુલાઇ ૨૦૨૩ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ હશે, જયાં ભારતીય સશસ્ત્ર દળોની ત્રિ-સેવાઓની ટુકડી ભાગ લેશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ૧૫ જુલાઇએ અબુ ધાબીની મુલાકાત લેશે.
ભારતની આર્મી, નેવી અને એરફોર્સની ટૂકડીઓએ બુધવારે બેસ્ટિલ ડે પરેડ માટે પ્રેકિટસ સેશનનું આયોજન કર્યુ હતું. ટીમે ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ ધૂન પર કૂચ કરી હતી.
ભારતીય નૌકાદળના કમાન્ડર પ્રતિક કુમારે જણાવ્યું હતું કે આ માત્ર સશસ્ત્ર દળો માટે જ નહીં પરંતુ ભારતના લોકો માટે એક મહાન લાગણી છે કે અમને બેસ્ટિલ ડે, એક પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ફ્રેન્ચ સરકારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી છે. ખુશી છે કે અમે આમી, નેવી અને એરફોર્સની ત્રિ-સેવા ટુકડીના ભાગરૂપે અહીં છીએ.