ઉપવાસમાં સુરતની મુલાકાત અને જમણ વિના જાઉં એ કઠિન છે: મોદી

PM lays foundation stone and dedicates various projects to the nation, in Surat, Gujarat on September 29, 2022.

 

સુરત: વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે.  સુરતમાં હેલિપેડથી રોડ-શા યોજાયો હતો. ત્યારબાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં ૩૪૭૨.૫૪ કરોડનાં ૫૯ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસમાં સુરત આવો અને સુરતનાં જમણ વિના જાઉં એ કઠિન છે. સુરત હવે ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ સુરતવાસીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. નવરાત્રિના ઉપવાસમાં સુરત આવવાનું થાય એ થોડું કઠિન છે. સુરત આવો અને સુરતનું જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતની ધરતી પર મોટા પાયે થયેલા પ્રકલ્પોના લોકાર્પણનો હિસ્સો બનીશ. સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારી બંનેનું ઉદાહરણ છે. ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. એક પ્રકારે મિની ભારત છે. શ્રમનું સન્માન કરનારૂ શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લાં ૨૦ વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે. સુરતનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે દેશમાં ત્રણ પી પર કામ ચાલી રહ્યું છે. જ્યારે સુરત ચાર પીનું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે. દુનિયાના વિકસતાં સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે.

સુરતમાં ઘોઘાથી હજીરા જવા માટે માત્ર ત્રણથી ચાર કલાકમાં પહોંચી જવાય છે. રો રો ફેરીના કારણે કનેક્ટિવિટી ખૂબ જ ઝડપથી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં વધુ જળમાર્ગની   યોજના પર કામ કરીશું. પૂર્વી યુપીની અંદર અનેક ટ્રકોથી સામાન મોકલવામાં આવતો હતો હવે પોસ્ટલ અને રેલ્વે ડિપાર્ટમેન્ટ એ મળીને નવો પ્રયોગ કર્યો છે. રેલવે પોતાના કોષની ડિઝાઇન બદલી છે કે જેમાં કાર્ગો ફીટ થઈ જાય છે. કાર્ગોમાં એક ટનનું કન્ટેનર પણ બનાવ્યું છે જેને સરળતાથી ઉતારવું અને ચડાવી શકાય છે. સુરતથી કાશીની સીધી એક ટ્રેન પણ ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ટ્રેન સુરતથી માલ ભરીને કાશી લઈ જશે. 

ઇલેક્ટ્રીક ગાડીના વપરાશ માટે સુરત ઓળખીતું થશે. ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. છેલ્લા બે દાયકામાં સુરત જે વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યો છે તે આગળના વર્ષોમાં વધુ ઝડપથી ચાલશે. ડબલ એન્જિનની સરકાર આ વિકાસને કારણે લોકોનો વિશ્ર્વાસ વધે છે. આને કારણે બધાનો પ્રયાસ વિકાસ માટે થતો હોય છે. આવા વિકાસ માટે સુરત તેઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. સુરતે ઉદાહરણ ‚પ પ્રગતિ કરી છે ભારતમાં સુરત જેવા અનેક શહેરો છે, પરંતુ સુરત એ બધાને પાછળ પાડી દીધા છે અને આ શક્તિ ગુજરાતમાં છે. 

સુરતની લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજ રહે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના લોકસભાનો આ વિધાનસભા વિસ્તાર છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને મહારાષ્ટ્ર સમાજમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડા-ધાન નરેન્દ્ર મોદીના અભિવાદન પર મહારાષ્ટ્રિયન સમાજનાં બાળકો દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here