લંડનમાં બનશે પ્રથમ જગન્નાથ મંદિરઃ ઉદ્યોગપતિએ 25 મિલિયન પાઉન્ડનું દાન આપવાનું વચન આપ્યું

લંડનઃ બ્રિટેનમાં સંચાલિત એક ધાર્મીક સંગઠન દ્વારા ભગવાન જગન્નાથના પ્રથમ મંદિરના નિર્માણ માટે આયોજન કરી રહી છે. આ આયોજન માટે મૂળ ઓડિશાના એક ઉદ્યોગસાહસિકે સમર્થન કરતા 25 મિલિયન પાઉન્ડ આપવાનો સંકલ્પ કર્યો છે. આ મંદિરનું નિર્માણનું પ્રથમ ચરણ આગામી વર્ષના અંતે શરુ કરવાની શક્યતા છે. ચેરિટી કમીશન ઈંગ્લેન્ડમાં રજીસ્ટર જગન્નાથ સોસાયટી ક્હ્યુ હતું કે વૈશ્વિક ભારતીય રોકાણકાર વિશ્વનાથ પટનાયકે રવિવારે લંડનમાં આયોજિત પ્રથમ જગન્નાથ સંમેલનમાં સંકલ્પ કર્યો હતો. ફિનનેસ્ટ ગ્રૂપના સ્થાપક પટનાયક અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અર્જુન કાર પ્રોજેક્ટના મુખ્ય દાતાઓમાં સામેલ છે. આ પ્રસંગે અર્જુન કારે જાહેરાત કરી કે વિશ્વનાથ પટનાયકે લંડનમાં ભગવાન જગન્નાથને સમર્પિત ભવ્ય મંદિરના નિર્માણ માટે 25 મિલિયન પાઉન્ડ આપવાનો સંકલ્પ કર્યો છે તે ફિનનેસ્ટ ગ્રુપ ઓફ કંપનીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે જેના તે ડિરેક્ટર છે. અર્જુને ખુલાસો કર્યો કે જૂથે મંદિરના નિર્માણ માટે 15 એકર જમીન ખરીદવા માટે 7 મિલિયન પાઉન્ડ આપવાનું વચન આપ્યું છે. જે જગન્નાથ મંદિર લંડન તરીકે ઓળખવામાં આવશે.