
રશિયાઃ રશિયાઍ ઞ્૭ અને તેમના સહયોગી દેશોને રશિયન ઓઇલ પર પ્રાઇસ કેપ લાદવા માટે સમર્થન ન આપવાના ભારતના નિર્ણયને આવકાર્યો છે. રશિયાના નાયબ વડા પ્રધાન ઍલેક્ઝાન્ડર નોવાકે રશિયામાં ભારતીય રાજદૂત પવન કપૂર સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ઉર્જા સંકટ વચ્ચે પૂર્વ-દક્ષિણના દેશોમાં ઊર્જા સંસાધનોની સપ્લાય અને ઊર્જાની નિકાસ માટે રશિયા તેની જવાબદારીઓ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. રશિયન વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં રશિયાની તેલની આયાત વધીને ૧૬.૩૫ મિલિયન ટન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું. ભારતીય રાજદૂત પવન કપૂર સાથેની બેઠક દરમિયાન નોવાકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીને આંતરરાષ્ટ્રીય મંચ ‘રશિયન ઍનર્જી વીક ૨૦૨૩’માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તે આવતા વર્ષે ૧૧-૧૩ ઓક્ટોબર દરમિયાન મોસ્કોમાં યોજાશે.