તાઇવાન, જાપાન, ચીન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભારતમાં ભૂકંપના આંચકા 

 

તાઈવાન: તાઇવાન અને જાપાનમાં ૫૦થી વધુ ભૂકંપના આંચક અનુભવાયા છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. લોકો ભયતીત છે. સરકારે લોકોને સુરિક્ષત વિસ્તારોમાં ખસી જવા જણાવ્યું છે. રાહત કાર્ય પણ શ‚ કરી દેવામાં આવ્યું છે. તાઇવાન ઉપરાંત, પાપુઆ ન્યુ ગિની, ન્યુઝીલેન્ડ, વનુઆતૂ અને અન્ય પેસિફિક ટાપુઓમાં હંમેશા ભૂકંપનું જોખર રહેલું છે. તાઇવાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૭.૨ હતી અને તેની અસર ઉજિંગ જિલ્લામાં થઇ હતી. આ પહેલા પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાન, જાપાન, ચીન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભારત (મેઘાલય)માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે તાઈવાનમાં અનેક મકાનોને નુકસાન થયું છે. આ સિવાય ભૂકંપના કારણે ટ્રેનના કેટલાક કોચ પલટી જવાની ઘટના પણ સામે આવી છે. સમાચાર એજન્સી રિપોર્ટ અનુસાર, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ નોંધવામાં આવી છે. જો કે, યુએસ જીઓલોજિકલ સર્વએ ભૂકંપની તીવ્રતા ૬.૬ આંકી છે. યુએસ જીઓલોજિકલ સર્વએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટીમાં ગુઆનશાન ટાઉનશીપ નજીક ૧૦ કિલોમીટરની ઊંડાઇએ હતું.