અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા

 

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસમાં વધારો નોંધાય છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં ૫૭૧૪ એક્ટિવ કેસ છે. જેમાંથી ૮ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૭૦૬ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૧,૮૧૩ દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. કોરોના વાયરસને કારણે કુલ ૧૦,૯૬૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૨૪૪ કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણા ૧૦૬, વડોદરા કોર્પોરેશનમાં ૬૯, સુરત કોર્પોરેશનમાં ૪૨, ગાંધીનગર ૩૯, સુરત ૩૮, કચ્છ ૩૩, પાટણ ૨૯, રાજકોટ કોર્પોરેશન ૨૬, ભાવનગર કોર્પોરેશન ૨૪, બનાસકાંઠા ૨૩, ગાંધીનગર કોર્પોરેશન ૨૨, આણંદ ૧૮, અમરેલી ૧૭, વડોદરા ૧૭, પોરબંદર ૧૩, નવસારી ૧૨ એમ કુલ ૮૪૨ કેસ નોંધાયા છે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ ૭૨,૧૨૮ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૪૨૭ને રસીનો પ્રથમ અને ૧૩૭૮ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૫-૧૭ વર્ષના લોકો પૈકી ૫૦ને રસીનો પ્રથમ અને ૩૧૧ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૭૬૧૫ લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. ૧૨-૧૪ વર્ષના લોકો પૈકી ૪૨૧ ને રસીનો પ્રથમ અને ૨૪૬ ને બીજો ડોઝ અપાયો. ૧૮-૫૯ વર્ષનોને ૬૧૬૮૦ પ્રીકોશન ડોઝ આપયો છે. અત્યાર સુધીમાં કુલ ૧૧,૩૭,૬૪,૩૩૩ રસીના ડોઝ આપવામાં આવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here