ગૌતમ અદાણી ટૂંક સમયમાં બનશે વિશ્વના બીજા સૌથી ધનિક

 

નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા નંબરના અમીર ગૌતમ અદાણી થોડા અઠવાડિયામાં નંબર-૨ના સ્થાને પહોંચી શકે છે. હાલમાં, લક્ઝરી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ ઍલોન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની સંપત્તિ ઍક વર્ષમાં ૫૭.૫ ટકા વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ જ સમયગાળામાં મસ્કની સંપત્તિ ૪૯.૩ ટકા ઘટીને ૧૧.૩૪ લાખ કરોડ રૂપિયા થઈ છે. ઍટલે કે હવે મસ્ક અને અદાણીની સંપત્તિમાં માત્ર ૧.૩૪ લાખ કરોડ રૂપિયાનો જ તફાવત છે. અહેવાલો અનુસાર, જો મસ્ક અને અદાણીની સંપત્તિમાં ઘટાડાની વર્તમાન ગતિ ચાલુ રહેશે, તો અદાણીને મસ્કને પાછળ છોડવામાં વધુ સમય લાગશે નહીં. બ્લૂમબર્ગ દ્વારા ઍશિયાના સૌથી મોટા ડીલમેકરનું બિરૂદ મેળવનાર ગૌતમ અદાણી વિશ્વના ટોપ-૧૦ અમીરોની યાદીમાં ઍકમાત્ર ઍવા વ્યક્તિ છે, જેમની સંપત્તિમાં છેલ્લા વર્ષમાં વધારો થયો છે. બીજી તરફ ૨૦૨૨માં ઈલોન મસ્કની સંપત્તિમાં ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ ઼૧૬૨ બિલિયનની સંપત્તિ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં ટોચ પર છે. 

અોક્ટોબર ૨૦૨૧માં, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ઍલોન મસ્કે ટ્વિટરને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદ્યું. ત્યારબાદ મસ્કે તેની કિંમત ચૂકવવા માટે ઇલેક્ટ્રોનિક કાર કંપની ટેસ્લાના શેર વેચ્યા. ત્યારથી આ કંપની તેમની સૌથી મોટી સંપત્તિ નથી. મસ્ક છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્લાના શેરનું સતત વેચાણ કરે છે. ડિસેમ્બર મહિનામાં, મસ્કે માત્ર ૩ દિવસમાં ટેસ્લાના લગભગ ૨૨ મિલિયન શેર વેચ્યા, જેની કિંમત લગભગ ૩.૬ બિલિયન ડોલર ઍટલે કે ૨૯.૮૧ હજાર કરોડ રૂપિયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, મસ્કઍ ઍક વર્ષમાં અત્યાર સુધીમાં ૪૦ બિલિયન ડોલર મૂલ્યના ટેસ્લાના શેર વેચ્યા છે. ઍક વર્ષમાં, મસ્કે ટેસ્લાના ૯૪,૨૦૨,૩૨૧ શેર પ્રતિ શેર ૨૪૩.૪૬ ડોલરની સરેરાશે વેચ્યા છે. આ જ કારણ છે કે મસ્કની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્ના છે.