અમેરિકામાં ૫૦ રાજ્યો અને ૪૦ શહેરોમાં ઓક્ટોબર હિંદુ હેરિટેજ મહિના તરીકે ઉજવાશે

 

વોશિંગ્ટનઃ અમેરિકન્સ ઓક્ટોબરની ઉજવણી હિંદુ હેરિટેજ મહિના તરીકે કરે છે. સમાજના આગેવાનોએ સોમવારે જણાવ્યું હતું કે, ૫૦ રાજ્ય અને ૪૦ શહેરોમાં તેની જાહેરાત પણ થઈ ચૂકી છે. હિંદુ જૂથો દ્વારા કરાયેલી આ સૌ પ્રથમ પહેલને અમેરિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આવકારી છે. તેમણે અમેરિકાની પ્રગતિમાં હિંદુઓના યોગદાનને સ્વીકારતા નોટિફિકેશન પણ જારી કર્યા છે. 

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં સમગ્ર વિશ્વમાં રહેતા હિંદુઓ નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજા અને દિવાળીની ઉજવણી કરે છે. એટલે અમેરિકાસ્થિત હિંદુ સંગઠનોએ આ મહિનાને હિંદુ હેરિટેજ મંથ તરીકે ઉજવવાની વિચારણા કરી હતી. અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યોગથી માંડી સ્વાદિષ્ટ વાનગીઓ, ચેરિટી, ડાન્સ, સંગીત અને અહિંસાની ફિલોસોફી હિંદુ વિચારધારાનો ભાગ છે અને અમેરિકામાં જીવનના તમામ ક્ષેત્રોમાં હિંદુઓની વિચારધારા લોકોને સ્પર્શી ગઈ છે. ખાસ કરીને આ બાબતો હિંદુઓની આગવી ઓળખ છે.

ઓક્ટોબરને હિંદુ હેરિટેજ મહિના તરીકે જાહેર કરવાનું નોટિફિકેશન જારી કરનારા રાજ્યોમાં ટેક્સાસ, ઓહાયો, ન્યુ જર્સી, મેસેચ્યુસેટ્સ, જ્યોર્જિયા, ફ્લોરિડા, મિનેસોટા, વર્જિનિયા, નેવાડા, મિસિસિપી, ડેલાવેર, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, મેરિલેન્ડ, ન્યુ હેમ્પશાયર, કનેક્ટિકટ, વિસકોન્સિન, મિસૂરી, ઇન્ડિયાના અને મિશિગનનો સમાવેશ થાય છે. મિશિગનમાં ટ્રોય, કેલિફોર્નિયમ પોર્ટલેન્ડમાં ઇરવિન, ટેક્સાસમાં હ્યુસ્ટન સહિતના કેટલાક શહેરોએ ઓક્ટોબરને હિંદુ હેરિટેજ મંથ જાહેર કર્યો છે.

સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમેરિકાના નેતાઓ સમાજમાં હિંદુઓની સક્રિય ભૂમિકા અને પ્રાચીન હિંદુ સંસ્કૃતિના પ્રશંસક છે. અમેરિકન કોંગ્રેસમેન ટ્રોય બેલ્ડરસને કબૂલ્યું હતું કે, હિંદુ અમેરિકન સમાજના યોગદાનને સ્વીકાર્યું હતું. કોંગ્રેસના સભ્ય રાજા ક્રિષ્ણમૂર્તિએ હિંદુવાદને વિશિષ્ટ બહુસાંસ્કૃતિક ધર્મ તરીકે ઓળખાવ્યો હતો.

મેસેચ્યુસેટ્સના ગવર્નર ચાર્લી બેકરે હિંદુ સમાજની ભરપૂર પ્રશંસા કરી હતી. દિવાળીના તહેવાર અને હિંદુઓના યોગદાનનો ઉલ્લેખ કરતા મિશિગનની સિટી ઓફ ટ્રોયે આ તહેવારોમાં હિંદુ સમાજ દ્વારા કરાતા દાનને વખાણ્યું હતું. હિંદુ નેતા બિંદુ પટેલે હિંદુ સમાજની પ્રશંસા અને હિંદુ હેરિટેજ મહિનાને સમર્થન આપવા સિટી ઓફ ઇરવિંગનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિંદુ સ્વયંસેવક સંઘ સ્થાનિક સમાજ સાથે મળી દિવાળીની સેવા દિવાળી  ફૂડ ડ્રાઇવ તરીકે ઉજવણી કરી રહ્યો છે. જેનો હેતુ સમાજને કંઇક પરત કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here