કોરોનાને કારણે બંધ ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેનો બે વષ પછી ફરી શરૂ

IndianRailway.info

 

ઢાકા: કોરોના મહામારીને કારણે બંધ પડેલી ભારત અને બાગ્લાદેશની વચ્ચેની મૈત્રી ટ્રેન લગભગ બે વર્ષ પછી ફરીથી શરૂ થઇ છે. બંને દેશો વચ્ચેની  બંધન એક્સપ્રેસ (કોલકાતાખુલનાકોલકાતા) અને મૈત્રી એક્સપ્રેસ (કોલકાતાઢાકાકોલકાતા) શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશથી ભારત આવનારા મોટા ભાગના યાત્રી મુખ્ય સ્વરૂપે પ્રવાસ, સારવાર અને ખરીદી માટે આવે છે. જો કે પ્રથમ દિવસે યાત્રીઓની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. બંધન એક્સપ્રેસમાં પ્રથમ દિવસે ફક્ત 19 યાત્રી હતાં. જ્યારે મૈત્રી એક્સપ્રેસમાં લગભગ 100 યાત્રી સવાર હતાં. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રેલ સેવા ફરીથી શરૂ કરવાનો એક માત્ર ઉદ્દેશ યાત્રીઓની સુવિધાઓને સમયોજિત કરવાનો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટ્રેન મિતાલી એક્સપિરેસ એક જૂનથી શરૂ થશે