જાપાનના નવા વડા પ્રધાન યોશિહિદે સુગાન

 

ટોકિયોઃ જાપાનની સંસદમાં બુધવારે થયેલા મતદાનમાં યોશિહિદે સુગાને ઔપચારિક રીતે નવા વડા પ્રધાન તરીકે ચૂંટી લેવાયા. સ્વાસ્થ્ય કારણોસર શિંજો આબેએ બુધવારે સવારે વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. સુગાને સોમવારે જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કરાયા હતાં. આ સાથે જ તેઓ નવા વડા પ્રધાન બનશે તે પણ નક્કી થઈ ગયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી. મંત્રી મંડળના પ્રમુખ સચિવ રહી ચૂકેલા યોશિહિદે સુગા લાંબા સમયથી આબેની નીકટ રહ્યા છે. તેઓ બુધવારે જ પોતાના મંત્રીમંડળની પસંદગી કરશે અને આબેની નીતિઓને આગળ વધારશે. તેમની પ્રાથમિકતા કોરોના વાઇરસને પહોંચી વળવાની અને વૈશ્વિક મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને સારી બનાવવાની રહેશે. યોશોહિદે સુગાન એક સામાન્ય ખેડૂતના પુત્ર છે.  તેમના પિતા સ્ટ્રોબેરીની ખેતી કરતા હતાં. પોતાના ગૃહનગરમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ટોકિયો ગયા. એક મીડિયા રિપોર્ટ મુજબ પોતાનો ખર્ચ કાઢવા માટે તેમણે એક સમયે કાર્ડબોર્ડ ફેક્ટરીમાં નોકરી કરવી પડી હતી તો ક્યારેક ફિશ માર્કેટમાં પણ કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here