પાકિસ્તાન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનાં પાપ ભોગવી રહ્યું છે: દેશ દેવળિયું થવાની અણીએ

 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ ભયાનક આર્થિક સંકટમાં ફસાતું જઈ રહ્યું છે. જો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાનને ઝડપથી 3 અબજ ડોલરનું રાહત પેકેજ નહિ આપે, તો તે પણ શ્રીલંકાની જેમ રાતોરાત દેવાળિયું થઈ જશે. જો આવું થશે તો પાકિસ્તાન ઈતિહાસમાં બીજી વાર દેવાળિયું થશે. કમરતોડ મોંઘવારી, ઇંધણની ઊંચી કિંમતો અને રાજકીય અસ્થિરતાના કારણે પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ છે. અત્યંત ગીચ વસતી ધરાવતા પાકિસ્તાનના અર્થતંત્રમાં તમામ લક્ષણો દેખાઈ રહ્યા છે, જે શ્રીલંકામાં થોડા સમય પહેલા દેખાતા હતા. આમ, ભારતના બંને પાડોશી દેશ હાલ લોનના ચક્કરમાં સપડાઈ ગયા છે. પાકિસ્તાન પાસે ફક્ત 10 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે. સ્થિતિમાં તેને ચાલુ વર્ષે 45 અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. જો મુદ્રા ભંડાર ખાલી થશે, તો પાકિસ્તાન પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાના પૈસા પણ નહિ બચે. પાકિસ્તાને ઈન્ટનેશનલ મોનેટરી ફંડ પાસે ત્રણ અબજ ડોલરની માંગ કરી છે, પરંતુ આઈએમએફ ક્રૂડગેસની કિંમતો વધારવાની શરત મૂકી રહ્યું છે. અગાઉની ઈમરાન સરકારે પોતાની છબિ સુધારવા ઇંધણના ભાવમાં ભારે ઘટાડો કર્યો હતો. તેના કારણે સરકારની આવક ઘટવા લાગી હતી. હવે મુશ્કેલી છે કે, આઈએમએફ ક્રૂડની કિંમતો વધારીને શેહબાઝ સરકાર પાસે 60 કરોડ ડોલરની સબસિડી ઓછી કરવાનું સૂચન કરે છે, પરંતુ શેહબાઝ સરકાર આવું કોઈ જોખમ ખેડવા માંગતી નથી. તેનું કારણ છે કે, પાકિસ્તાન સરકાર પહેલેથી ઘઉં અને ખાંડમાં જબરદસ્ત મોંઘવારીનો સામનો કરી રહી છે. ઉપરાંત શેહબાઝ સરકાર સામે ઈમરાન ખાનના અભિયાનથી રાજકીય અસ્થિરતા પણ પ્રવર્તી રહી છે. કારણથી પણ આઈએમએફ લોન આપતા ખચકાઈ રહ્યું છે. સ્થિતિમાં આઈએમએફ પાકિસ્તાનને ઝડપથી રાહત દરે લોન નહિ આપે તો તે ફરી એકવાર દેવાળિયું થઈ જશે. ચાલુ વર્ષે પાકિસ્તાનને વેપારમાં 45 અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. પાકિસ્તાને આઈએમએફ પાસે ત્રણ અબજ ડોલરની લોન માંગી રહ્યું છે, જેથી તેનું વિદેશી હુંડિયામણ ઊંચું જઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here