સ્વતંત્રતા પછી સૌથી ગંભીર આર્થિક કટોકટી ભોગવી રહેલા શ્રીલંકા

 

કોલંબો: શ્રીલંકામાં ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્સાના સમર્થકોએ સરકાર વિરોધી શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર હુમલો કરતા હિંસા ફાટી નીકળી હતી. સરકાર વિરોધી દેખાવકારો ખોરાક, ઈંધણ અને ઊર્જાની તીવ્ર તંગી સર્જનાર દેશની સૌથી આકરી આર્થિક કટોકટી બદલ વડા પ્રધાનની હકાલપટ્ટી ઈચ્છી રહ્યા હતા. અથડામણમાં ઓછામાં ઓછા 10 જણાના મોત થયા હતા તેમજ 200થી વધુને ઈજા થઈ હતી અને 78 સાંસદોની મિલકતો પર હુમલા થયા હતા. હડતાળ, હુલ્લડ, નાગરિક અશાંતિ અને આંતકવાદ (એઆરસીસીટી) સામે વિમા કવચ આપતી રાજ્યની માલિકીની નેશનલ ઈન્શ્યોરન્સ ટ્રસ્ટ ફન્ડ બોર્ડ (એનઆઈટીએફબી) હિંસાનું નુકસાન વેઠવું પડશે જ્યારે પ્રાથમિક વીમો પૂરો પાડનાર કંપનીને ઓછી અસર થશે એવી જાણકારી ફિચે આપી છે. ફિચે પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે અમારા મતે તોફાનોને કારણે વીમા કંપનીને એક અબજ શ્રીલંકન રૂપિયાનું નુકસાન થશે.જો કે એનઆઈટીએફબીનું નુકસાન એક અબજ શ્રીલંકન રૂપિયા સુધી મર્યાદિત રહેશે કારણ કે વીમા કંપની એક અબજથી વધુનું નુકસાન તેના કરાર મુજબ પાછુ મેળવી શકે છે. પ્રાથમિક વીમા કંપનીઓ પાસે એનઆઈટીએફબીને પસાર કરેલ એક કરોડ શ્રીલંકન રૂપિયાથી વધુની કુલ ખોટ સાથે એસઆરસીસીટી કવર હેઠળ મોટર દાવા માટે 25 લાખ શ્રીલંકન રૂપિયાની ચોખ્ખી જાળવણી છે. વાહનના દાવા હોય તે સંપૂર્ણ રીતે એનઆઈટીએફબીનેે સોંપી દેવામાં આવે છે. દેવામાં ડૂબેલું શ્રીલંકા હાલ પોતાની સૌથી વરવી કહી શકાય એવી આર્થિક કટોકટી ભોગવી રહ્યું છે અને લોકો માને છે કે સરકાર સ્થિતિ સંભાળવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બે કરોડથી વધુની વસતી ધરાવતા શ્રીલંકા તેની સ્વતંત્રતા પછી સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની મુસીબતનું એક કારણ એવું પણ છે કે તેની પાસે વિદેશી મુદ્રાની જોરદાર તંગી સર્જાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here