એકનાશ શિંદે પર ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર

 

મુંબઈ: શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઈન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે વફાદારી તે વસ્તુ છે, જેને વેચી ના શકાય. પરંતુ આવુ જ કરવામાં આવી રહ્યુ છે. એટલુ જ નહિ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પડકાર આપ્યો છે કે જો તેઓ પોતાના દમ પર રાજનીતિ કરવા ઈચ્છે છે તો પછી બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કેમ કરી રહ્યા છે. 

એકનાથ શિંદેને પડકાર આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મારા પિતાની તસવીર પોસ્ટ ના કરો અને તેમના નામે વોટ ના માગો. ભાજપ કેમ બાલાસાહેબ ઠાકરેનુ નામ લઈ રહી છે. ભાજપ શિવસેનાને જ ખતમ કરવા ઈચ્છે છે, તેમનો પ્રયત્ન છે કે શિવસૈનિક અંદરોઅંદર લડે અને તેમાં બાલાસાહેબના નામને લઈને ભ્રમ પેદા થઈ જાય. હુ મલાઈ ખાનારો મુખ્યમંત્રી નહોતો. મે પોતે કોઈ મોટુ મંત્રાલય લીધુ નહોતુ. એ મારી ભૂલ હતી કે અમુક લોકોને મે પરિવાર સમજીને આગળ વધાર્યા.

જો એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવત તો બીજો કંઈક નવો મુદ્દો ઉભો થાત. આમની તો રાક્ષસી પ્રવૃતિ છે. લાલચ જ ખતમ થઈ રહી નથી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમને હવે શિવસેના પ્રમુખનુ પદ પણ મેળવવાની લાલચ છે. હાલ જે ચાલી રહ્યુ છે, તે રાક્ષસી મહત્વાકાંક્ષા છે. મહા વિકાસ અઘાડીના કામથી લોકો ખૂબ ખુશ હતા. 

વધુમાં ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે સત્તા બદલવાની રમત તે સમયે ચાલી રહી હતી, જ્યારે હુ બીમાર હતો અને ઉભો પણ નહોતો રહી શકતો. શિવસેના એક વૃક્ષની જેમ છે, જેના સડેલા પાન હવે ખરી રહ્યા છે. અમુક દિવસોમાં ફરીથી નવા પાન આવશે. શિવસૈનિક અમારી સાથે છે અને તેમના આશીર્વાદ મળી રહ્યા છે. ભાજપ પર પણ નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તેણે ૨૦૧૯ની વાતચીત અનુસાર નિર્ણય કર્યો છે. ભાજપે પહેલા જ આવુ કર્યુ હોય તો ધારાસભ્યોને પ્રવાસ કરાવવાની કોઈ જ‚ર ના પડત. હજારો કરોડ ખર્ચ કરવાનો સમય ના આવત. બીજેપીને અઢી વર્ષ માટે મુખ્યમંત્રીનુ પદ મળત. ભાજપ હિંદુસ્ત સાથે ભાગીદારી ઈચ્છશે નહિ. મે પોતાની સરકારમાં હિંદુત્વ માટે જ કામ કર્યુ.