કોરોનાનો ચેપ છતા મૌલાના મસ્જિદ ખાલી ન કરતા દોભાલે મેદાનમાં ઉતરવું પડયું

 

નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં આવેલા લોકોમાં કોરોનાના ૨૪ કેસો સામે આવ્યા છે. જેને પગલે સફાળુ જાગેલુ તંત્ર હવે આ વાઇરસ અન્ય કોને કોને લાગ્યો છે તેની ચકાસણી કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં જોડાયેલા આશરે ૩૫૦ લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે એવા દાવા કરાઇ રહ્યા છે કે જે મસ્જિદમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેને ખાલી કરવાની મૌલાના સાદે ના પાડી દીધી હતી. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની વાત માનવાની પણ ના પાડી દીધી તો બાદમાં એનએસએ અજિત દોભાલને મસ્જિદ ખાલી કરાવવા માટે મોકલ્યા હતા.

ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર દોભાલ મરકજમાં ૨૮-૨૯ માર્ચે રાત્રે ૨.૦૦ વાગ્યે પહોંચ્યા હતા અને મૌલાના સાદને મસ્જિદ ખાલી કરાવવા કહ્યું હતું સાથે તેમની કોરોના વાઇરસની ચકાસણી કરવા પણ કહ્યું હતું. અમિત શાહ અને દોભાલને સ્થિતિની જાણકારી હતી કેમ કે સુરક્ષા એજન્સીઓએ તેલંગાણાના કરીમનગરમાં નવ ટેસ્ટ પોઝિટિવ ઇન્ડોનેશિયાઇ લોકોને ૧૮ માર્ચના રોજ મરકજથી ગયા બાદ ટ્રેક કરવામાં આવ્યા હતા. 

સુરક્ષા એજન્સીઓએ મરકજ વાઇરસના ચેપ મુદ્દે દરેક રાજ્યોના પોલીસ અને સહાયક કાર્યાલયોને એલર્ટ કર્યું હતું. જ્યારે મરકજે ૨૮ અને ૨૯મી માર્ચે ૧૬૭ તબ્લીગી કાર્યકર્તાઓને હોસ્પિટલમાં ભરતી થવા માટે અનુમતી આપી હતી. જોકે દોભાલની દરમિયાનગીરી બાદ જ જમાત નેતૃત્વએ મસ્જિદની સ્પષ્ટતા કરી હતી. દિલ્હીના માર્કામાં ૨૧૬ વિદેશી નાગરિકો હતા. જ્યારે દેશના વિવિધ ભાગોમાંથી આશરે ૮૦૦થી વધુ લોકો હતા. તેમાંથી મોટા ભાગના ઇન્ડોનેશિયા, મલેશિયા અને બાંગ્લાદેશના નાગરિક હતા. જાન્યુઆરી બાદથી ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આશરે બે હજાર વિદેશી નાગરિકોએ મરકજમાં ભાગ લીધો હતો.

પ્રાથમિક તપાસમાં દાવો કરાયો છે કે લગભગ દરેકે પોતાની વિઝા શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતમાં પ્રવેશ પણ કર્યો હતો. દિલ્હીમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અનેક લોકો એકઠા થયા હતા, આ કાર્યક્રમને લઇને હવે વિવાદ શરૂ થઇ ગયો છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે તબલીગી જમાતે તાલિબાની અપરાધ કર્યો છે કેમ કે આ કાર્યક્રમ બાદ ૧૨૮ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો છે. આ કોઇ ભુલ કે ગેરજવાબદારી નથી પણ એક ગુનો છે, અને આ કોઇ સામાન્ય નહીં પણ તાલિબાની ગુનો છે. સાથે જ નકવીએ દરેક મુસ્લિમોને કોરોના વાઇરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉનનું પાલન કરવા કહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here