આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા શ્રીલંકાના લેખક શેહાન કરૂણાતિલકે જીત્યું બુકર પ્રાઈઝ

 

નવી દિલ્હીઃ ઍક ફોટોગ્રાફર વિશે નવલકથા ‘ધ સેવન મૂન્સ અોફ માલી અલ્મેડા’ લખવા માટે શ્રીલંકાના લેખક શેહાન કરૂણાતિલાકાને બુકર પુરસ્કાર મળ્યો. ઍક રિપોર્ટ મુજબ, આ સમયગાળા દરમિયાન કરૂણાતિલકાને અંગ્રેજી ભાષાનો સાહિત્યિક પુરસ્કાર તેમજ કવિન કન્સોર્ટ કૈમીલા તરફથી ટ્રોફી સહિત ૫૦,૦૦૦ પાઉન્ડનો પુરસ્કાર પણ મળ્યો. કરૂણાતિલાકાની આ નવલકથા શ્રીલંકામાં ૧૯૯૦ દરમિયાન ચાલી રહેલા દેશના ગૃહયુદ્ધમાં સમલૈંગિક યુદ્ધ ફોટોગ્રાફર અને જુગારી માલી અલ્મેડા વિશે  છે. બુકર પુરસ્કારમાં દાવેદારોની આ વર્ષના શોર્ટલિસ્ટમાં બ્રિટિશ લેખક ઍલન ગાર્નરની ટ્રેકલ વોકર, જિમ્બાબ્વેના લેખક નોવીયોલેટ બુલાવાયોની ગ્લોરી, આયરિશ લેખક ક્લેયર કિગનની સ્મોલ થિંગ્સ લાઈક ધીસ, અમેરિકાના લેખક પારસીવાલ ઍવરેટની ધ ટ્રીજ પણ હતી. કરૂણાતિલકાના પુસ્તક વિશે, ન્યાયાધીશોના પ્રમુખ નીલ મૈકગ્રેગરે જણાવ્યું હતું કે, તે ઍક આધ્યાત્મિક થ્રિલર છે, ફક્ત વિભિન્ન શૈલીઓની, જીવન, મૃત્યુ, શરીર અને આત્માની વાતોથી વણાયેલી નવલકથા છે.