ત્રાસવાદી અલ બગદાદીને ઈતિહાસ ક્રૂર અને હેવાનિયતવાળા હત્યારા તરીકે યાદ કરશેઃ બગદાદીના ઉત્તરાધિકારીને પણ 

0
1235

              દુનિયાભરમાં જેહાદને નામે માસૂમ અને નિર્દોષ લોકોની હત્યાઓ આતંકવાદી  બગદાદીએ કરાવી હતી. ઈસ્લામના મધ્યકાલીન રીત- રિવાજો અનુસાર, એ પોતાના કબ્જા હેઠળના વિસ્તારોમાં શાસન ચલાવતો હતો. 2017થી આ ખતરનાક અને હેવાન ત્રાસવાદીની પડતીની શરૂઆત થઈ હતી. કુર્દ મુસ્લીમ સૈનિકોએ અમેરિકાના લશકરી દળની મદદથી આઈએસના કબ્જા હેઠળના વિસ્તારો પર હુમલા કરીને એક પછી એક પોતાના તાબામાં લઈ લીધા હતા. 

 પહેલા એવી વાતો પ્રસરી હતી કે, બગદાદી ઈરાક અને સીરિયાની સહદની આસપાસ ક્યાંક સંતાયો છે., એવી પણ અફવાઓ ફેલાઈ હતી કે, મધ્ય સીરિયામાં એનું મૃત્યુ થયું છે. હવે અમેરિકાના ચુનંદા સૈન્ય દળે એને ઠાર મારવામાં સફળતા મેળવી હોવાનું ઘોષિત કરવામાંઆવ્યું છે. 

 બગદાદીનો ઠાર મારવામાં આવ્યો એ ઘટનાથી ત્રાસવાદી સંગઠન આઈએસને બહુ મોટો આંચકો લાગ્યો છે. 

  48 વર્ષના આ ત્રાસવાદી બગદાદીને ઈતિહાસ એક ક્રૂર અને બેરહેમ હત્યારા તરીકે યાદ રાખશે. આતંકવાદી બગદાદીને પકડવાના અભિયાનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવામાં એક શ્વાને મહત્વની ભૂમિકા નિભાવી હતી. 

  બગદાદીના સ્થાને આવનારા એના સાગરીત અનુગામી ત્રાસવાદીને પણ ઠાર મારવામાં આવ્યો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રો જણાવ્યું હતું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરીને આ બાબતનું સમર્થન કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here