ઓમ્બૂડ્ઝમેનના અહેવાલ અનુસાર મોટા પાયે બેકલોગ હજીય છે

0
503

 

 

USCIS માટેના ઓમ્બૂડ્ઝમેનના અહેવાલ અનુસાર હજીય લાખો ઇમિગ્રેશન અરજીઓ પ્રોસેસ કરવાની બાકી છે. કોરોનાને કારણે તથા એજન્સીની કેટલીક નીતિઓને કારણે આ બેકલોગ ઊભો થયાનું જણાવાયું છે. 

પોતાનું કામકાજ કરવા માટે USCISને જરૂરી ફંડ નથી મળતું તેનો સામનો કેવી રીતે કરવો તેની ભલામણ પણ ઓમ્બૂડ્ઝમેને કરી છે. એજન્સી પાસે કામનું ભારણ વધી ગયું છે ત્યારે તેને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ નથી તેની વાત પણ અહેવાલમાં કરવામાં આવી છે.

ભૂતકાળમાં સંસદ તરફથી USCISને આશ્રય અને નિરાશ્રિત કાર્યક્રમ માટે જરૂરી માનવીય કાર્યો માટેનું ફંડ પણ પૂરતું ફંડ મળ્યું નથી. તેથી USCIS માટે નવી નીતિઓ તૈયાર થતી હોય તે તથા અન્ય અગ્રતાના કાર્યો પાર પાડી શકાતા નથી. આ રીતે કોવીડ-19 પછી પ્રોસેસમાં વિલંબને કારણે 50 લાખ અરજીઓનો ભરાવો થઈ ગયો છે.

ફી લઈને સેવા આપવાની પદ્ધતિ અપનાવામાં આવી છે તેના કારણે પણ મુશ્કેલી થઈ હોવાનું ઓમ્બૂડ્ઝમેને જણાવ્યું છે. આ રીતે USCISની કામગીરી માટે જે ખર્ચ આવે તેમાંથી 97% ખર્ચની રકમ ફી ઉઘરાવામાં આવે છે તેમાંથી આવે છે. જોકે એજન્સીએ પોતાનું ફ્રી સ્ટ્રક્ચર એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર ઍક્ટ પ્રમાણે રાખવાનું હોય છે તેથી માંડ માંડ કામગીરી પૂર્ણ થાય તેટલું જ ફંડ એકઠું થાય છે. બેકલોગ પૂર્ણ કરવા માટે જરૂરી નાણાં ઊભાં થતાં નથી.

એજન્સીમાં કર્મચારીની ભરતી કરવાના મામલે પણ વિલંબ થતો હોય છે. નવી ભરતી માટે 3થી 4 મહિના લાગે અને તે પછી દરેક એડજ્યુડિકેટરને છ અઠવાડિયા માટેની તાલીમ પણ આપવી જરૂરી હોય છે. નવી કેટલી અરજીઓ આવશે તેના આધારે જ કર્મચારીઓ લેવાના હોય છે, તેના કારણે બેકલોગમાં રહેલી અરજીઓ તો રહી જ જાય છે.

આના કારણે જ ઓમ્બૂડ્ઝમેને ભલામણ કરી છે કે પ્રોસેસ ટાઈમ ઘટાડવા માટે તથા અરજીઓનો ભરાવો થયો છે તેનો નિકાલ કરવા માટે બંને માટે કેટલા કર્મચારી જરૂરી છે તેની ગણતરી કરીને જ ફી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત એજન્સીએ સંસદ પાસેથી પણ વધારે ફંડ માગ્યું છે અને વધુ ભરતી કરવાની પણ તૈયારી થઈ છે, જેથી બેકલોગને ઘટાડી શકાય. 

 

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ વિશે આ પ્રકારની માહિતી જાણવા માગતા હો અથવા માર્ગદર્શન મેળવવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here