સિધ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ

0
1140

આગામી 30 ઓગસ્ટથી ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ ગુજરાતભરમાં રજૂ થઈ રહી છે. અનોખા કથા-વસ્તુ પર આધારિત આ ફિલ્મ રંગભૂમિને સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા, નાટકને પોતાનું જીવન માનીને જીવનારા કલાકારના જીવનના ઉત્તરાર્ઘની ક્ષણેક્ષણનો આલેખ છે. કથા નોખી છે, રજૂઆત નોખી છે , કલાકારના જીવનની ખુમારી- ખુવારી, વેદના- સંવેદના, આશા- હતાશા , આનંદ- પીડા પ્રગટ કરતો સિધ્ધાર્થ રાંદેરિયાનો લાજવાબ અભિનય.ગુજરાતી કલાજગતના ઉત્કૃષ્ટ કલાકારો મનોજ જોશી, દીપિકા ચીખલિયા, તસનીમ શેખ નટસમ્રાટમાં ભૂમિકા ભજવી રહયા છે. ફિલ્મના દિગ્દર્શક છે જયંત ગિલાટર. નાટકમાં કથા છે એક કલાકારના જીવનની. લોકપ્રિયતાના ચરમ શિખરે પહોંચેલો એક નાટ્ય- કલાકાર પોતાની સફળ  કારકિર્દીની ટોચ પર પહોંચીને અચાનક નિવૃત્ત થવાનો નિર્ણય લે છે. પોતાના પરિવારજનો સાથે સમય ગાળવાની એની ઈચ્છા છે, પરિવારના સભ્યો તેને જુદી જુદી જવાબદારી સોંપતા રહે છે..સંબંધોમાં મધુરતા નથી રહી, એ શુષ્ક બનતા જાય છે. આ કલાકાર ભર્યાભર્યા ઘરમાંય એકલો બની જાય છે.. આ એકલતા અસહ્ય છે, ગુંગળાવનારી છે.. વેદનાયુકત છે..પરિસ્થિતિ અને સ્વજનોના વર્તન- વ્યવહારથી થાકી- હારીને નિરાશ કલાકાર આખરે ફુટપાથ પર પહોંચી જાય છે. તેની પત્ની અને મિત્ર તરફથી પણ એને અપેક્ષિત સ્નેહ- સહકાર મળતો નથી. રંગભૂમિનો – તક્તાનો નટસમ્રાટ આખરે ફુટપાથ પર પહોંચી જાય છે. ગરીબી- દરિદ્રતા અને લાચારી – એક નટસમ્રાટના જીવનનું અસ્તિત્વ ટકાવવાના ફાંફાં.. કલારસિકમિત્રોએ . આ ગુજરાતી ફિલ્મ અવશ્ય જોવી જોઈએ…અને તક મળે તો નાના પાટેકર અભિનિત મરાઠી ફિલ્મ નટસમ્રાટ અવશ્ય જોજો. મહેશ માંજરેકરે આફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here