જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આપનું આ સપ્તાહ આનંદમય પસાર થશે. અચાનક ધનલાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. ગ્ાૃહસ્થજીવનમાં પણ સંવાદિતા-સુમેળ જળવાશે. હાથ ધરેલાં દરેક કાર્યોમાં સફળતાના યોગો જણાય છે. મનપસંદ ખરીદી-વેચાણ પણ થઈ શકે તેમ છે. તરુણો માટે પણ સમય વિશેષ શુભ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૪ સામાન્ય દિવસ. તા. ૨૫ શુભમય દિવસ.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપને મિશ્ર સંજોગોના અનુભવોમાંથી પસાર થવું પડશે. અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો આપને સુખ-દુ:ખનો અનુભવ કરાવશે. હિતશત્રુઓથી સંભાળવું પડશે. નોકરી ઇચ્છનારની ઇચ્છા ફળીભૂત થશે. માતા-પિતાના આરોગ્યની ચિંતા રહેશે. ભાઈ-ભાંડુના પ્રશ્ર્નો પણ ઊભા થવાની શક્યતાઓ ખરી જ. તા. ૧૯, ૨૦, ૨૧ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળવું. તા. ૨૪, ૨૫ આરોગ્ય જાળવવું.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપનો સમય આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં હાથ ધરેલાં સઘળાં કાર્યોમાં સફળતા મળે તેમ છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. નોકરિયાત વર્ગને ભાગ્યોદય થયો હોય તેવી અનુભૂતિ થશે. જ્યારે સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક રીતે સંભાળવું પડશે. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ ધાર્યું કામ થઈ શકે. તા. ૨૪, ૨૫ ઉતાવળું સાહસ ન કરવું. 

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપનો આર્થિક ઉત્કર્ષ થાય તેવા યોગો જણાય છે. નવું હાઉસ ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો તે માટે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને પગારવધારો મળી શકે. યશ – પ્રતિષ્ઠામાં અભિવ્ાૃદ્ધિ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્યની ચિંતા સતાવે. તા. ૧૯, ૨૦, ૨૧ આર્થિક લાભ થાય તેવા યોગ છે. તા. ૨૨, ૨૩ ધાર્યું કામ થઈ શકે. તા. ૨૪ લાભમય દિવસ ગણાય. તા. ૨૫ શુભ સમાચાર મળે. 

સિંહ (મ.ટ.)

સપ્તાહના પ્રારંભે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ નવી નવી વિટંબણાઓ આપની માનસિક શાંતિમાં ભંગ કરે તેવું પણ બનવાની સંભાવના ખરી જ. વાહનથી સંભાળવું. મુલાકાત – પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ ઉચાટ – ઉદ્વેગ રહેશે. તા. ૨૪, ૨૫ દરેક કાર્ય કાળજીપૂર્વક કરવું.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થશે. તરુણો માટે સમય શુભ જણાય છે. નોકરિયાત વર્ગનો ભાગ્યોદય થાય તેવા યોગો ખરા જ. બઢતી પણ મળી જાય. નવપરિણીતો માટે સમય આનંદભર્યો સાનુકૂળ જણાય છે. પ્રવાસનું આયોજન કરવું યોગ્ય નથી. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ શુભ દિવસો ગણાય. તા. ૨૪ સામાન્ય દિવસ, પ્રવાસ ટાળવો. તા. ૨૫ કોઈ પણ કાર્યમાં અંતરાય આવે તો ચેતવું.

તુલા (ર.ત.)

સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને સર્વ પ્રકારે સુખ-શાંતિનો અનુભવ થશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ શુભ જણાય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ નાહકની ચિંતા-પરેશાની અને ઉચાટ-ઉદ્વેગ વધતા જણાશે. હિતશત્રુઓથી પણ સંભાળવું પડશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૯, ૨૦, ૨૧ સુખ-શાંતિપૂર્ણ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કામ કરવું હિતાવહ.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. ઘરનાં – બહારનાં નાનાં-મોટાં કામોમાં સંઘર્ષ પછી સફળતા મળે તેવા યોગો જણાય છે. માતા-પિતાના આરોગ્યની ચિંતા પણ ઊભી થવા સંભાવના ખરી જ. હિતશત્રુઓથી સંભાળવું પડશે. સપ્તાહના અંતિમ દિવસોમાં સફળતા મળશે. તા. ૧૯, ૨૦, ૨૧ એકંદરે રાહત જણાશે. તા. ૨૨, ૨૩ સંઘર્ષ પછી સફળતા મળે. તા. ૨૪, ૨૫ હિતશત્રુઓથી સંભાળવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આનંદ – ઉમંગ – ઉત્સાહ વધે તેવા યોગો જણાય છે. આપ નોકરિયાત હોવ કે વ્યાવસાયિક ક્ષેત્રમાં આપનાં આદરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થઈ શકે તેમ છે. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. વ્યક્તિગત વિશેષ લાભ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ કાર્ય સફળતા યોગ છે. તા. ૨૪ શુભમય દિવસ. તા. ૨૫ લાભકારક દિવસ પસાર થાય.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપ હરો-ફરો, પરંતુ મનને આનંદ જણાશે નહિ. નાનાં-મોટાં દરેક કાર્યોમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. પ્રવાસ ટાળવો. વાહનથી પણ ખાસ સંભાળવું જરૂરી છે. શુભેચ્છકો – મિત્રોની મદદ મળી શકે તેવા યોગો જણાતા નથી. ગ્ૃહસ્થજીવનમાં પણ વિસંવાદિતાનો અનુભવ થશે. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨૨, ૨૩ પ્રવાસ ટાળવો. તા. ૨૪ સહનશીલતા રાખવી પડશે. તા. ૨૫ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચારવું જરૂરી.

કુંભ (ગ.શ.સ.ષ.)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ અનપેક્ષિત સમસ્યાઓ ઊભી થવાની સંભાવના પણ રહેલી જણાય છે. નાણાકીય સાહસથી દૂર રહેવું. ગ્ાૃહસ્થજીવનમાં પણ સહનશીલતા રાખવી. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય શુભ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪ સામાન્ય દિવસ. તા. ૨૫ બપોર પછી રાહત થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આનંદ-ઉલ્લાસભર્યા વાતાવરણમાં આપનું આ સપ્તાહ વ્યતીત થાય તેવા શુભ યોગો જણાય છે. ગ્ાૃહસ્થજીવનમાં પણ સંવાદિતા રહેશે. સ્નેહીઓ, શુભેચ્છકો મિત્રોની મદદ થકી અધૂરાં કાર્યો સરળ બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય જણાય છે. અંતિમ દિવસોમાં શુભ કાર્ય પણ થઈ શકે તેમ છે. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ મિત્રોની મદદ મળે તેમ છે. તા. ૨૪ સામાન્ય દિવસ ગણાય. તા. ૨૫ ધાર્યું કામ થાય.