રોજગારી આધારિત કેટેગરી બદલવા માટે USCISનું ગાઇડન્સ

 

 

આ વખતના નાણાકીય વર્ષમાં (ઑક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022) એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રન્ટ વીઝાની કેટલીક કેટેગરીમાં ઘણા બધા વીઝા ઉપલબ્ધ હોવાથી પ્રથમ કે દ્વિતિય પસંદગીની કેટેગરીઝ બદલવા, એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ એપ્લિકેશન બદલવા માટે અરજી કરવામાં આવે તે માટે લાયક અરજદારોને USCIS પ્રોત્સાહન આપી રહી છે.

2022ના નાણાંકીય વર્ષમાં રોજગારી આધારિત વાર્ષિક વીઝાની મર્યાદા સામાન્ય કરતાં બમણી છે, કેમ કે તેમાં 2021ના નાણાંકીય વર્ષમાં વણવપરાયેલા રહેલા ફેમિલી સ્પોન્સર્સ્ડ વીઝાને પણ ઉમેરવામાં આવ્યા છે. આવા વીઝાની સંખ્યા લગભગ 140,000 જેટલી છે.

યોગ્ય સ્ટેટસ હેઠળ અમુક કેટેગરીમાં વીઝાની જરૂર ના હોય ત્યાં અન્ય કેટેગરીમાં વીઝા ફાળવવામાં આવતા હોય છે. તમારી એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ અરજી થર્ડ પ્રેફરન્સ કેટેગરીમાં પેન્ડિંગ પડી હોય અને તે કેટેગરીમાં વીઝા ઉપલબ્ધ ના હોય ત્યારે અને અન્ય કેટેગરીમાં તમારી અરજી હોય અને ત્યાં વીઝા ઉપલબ્ધ પણ હોય ત્યારે તમે એ કેટેગરીના વીઝા માટે અરજી કરો તે માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. તેમ USCISને રિક્વેસ્ટ કરી શકો છો કે તમારી પેન્ડિંગ I-485 અરજીના “અંડરલાઇંગ બેઝીસને ટ્રાન્સફર કરવામાં આવે” અને તેને વીઝા ઉપલબ્ધ હોય તે કેટેગરી માટે કરવામાં આવે.

આવી રિક્વેસ્ટ કરવી કે કેમ તે અરજદારે નક્કી કરવાનું હોય છે અને તે માટે કેટલાક સંજોગો હોવા જોઈએ.

તમે Form I-485, એડજસ્ટ સ્ટેટસ પ્રમાણે “અંડરલાઇંગ બેઝીસને ટ્રાન્સફર કરવામાં આવે” તે માટે લાયક હોવા જોઈએ. Form I-140, ઇમિગ્રેશન પિટિશન ફૉર એલિયન વર્કર્સ માટે તમે રિક્વેસ્ટ કરી શકો છો. નીચેના ક્રાઇટેરિયા ધ્યાને રાખીને તે મંજૂર થઈ શકે છે:

તમે એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ માટેની લાયકાત સતત જાળવી રાખી હોય;

તમારી મૂળ Form I-140 હેઠળની એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસની અરજી હજીય પેન્ડિંગ હોવી જોઈએ;

તમે નવી ઇમિગ્રન્ટ કેટેગરી માટે લાયક હોવા જોઈએ; અને

નવી ઇમિગ્રન્ટ કેટેગરી માટે તમારી પાસે તાત્કાલિક વીઝા ઉપલબ્ધ થવાના હોય.

કેવી રીતે અરજી કરવી:

તમારે લેખિતમાં રિક્વેસ્ટ કરવાની રહે કે તમારી પેન્ડિંગ Form I-485 એપ્લિકેશન્સના અંડરલાઇંગ બેઝીઝને અન્ય કેટેગરી માટે ટ્રાન્સફર કરવામાં આવે.

અગાઉ ફાઇલ થયેલી અને મંજૂર થઈ ગયેલી Form I-140 માટે રિક્વેસ્ટ કરવાના હો ત્યારે તમારે સાથે I-485 Supplement J, કન્ફર્મેશન ઑફ બોના ફાઇડ જૉબ ઓફર INA Section 204(j) હેઠળ જૉબ પોર્ટેબિલિટી માટેની અરજી કરવાની રહે છે. તમે જે નવી કેટેગરી માટે રિક્વેસ્ટ કરી રહ્યા છો ત્યાં તમને જૉબ મળી છે તે દર્શાવવા માટે આ હોય છે. તમારી Form I-140 અરજી પેન્ડિંગ હોય ત્યારે Supplement J ભરવાની રહેતી નથી.

ક્યાં અરજી કરી શકાય છે:

USCIS તરફથી નવી કેન્દ્રીય વ્યવસ્થા કરાઈ છે, જ્યાં Supplement J સાથેની અરજીઓ સ્વીકારી શકાય. 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં તમે નીચેના સરનામે Supplement J સાથે રિક્વેસ્ટ સબમીટ કરી શકો છો. આ એડ્રેસ પર માત્ર Supplement J સાથેની અરજીઓ જ સ્વીકારાશે:

Attn: I-485 Supp J

  1. S. Department of Homeland Security

USCIS Western Forms Center

10 Application Way

Montclair, CA 91763-1350

 

ખાસ નોંધી રાખજો કે નવા એડ્રેસ પર 4 માર્ચ, 2022 પહેલાં રિક્વેસ્ટ મોકલી આપશો તો Supplement J વિના પણ અરજી પ્રોસેસ કરવામાં આવશે. Supplement J સિવાયની રિક્વેસ્ટ હોય તેને Form I-485 પેન્ડિંગ હોય ત્યાં જ મોકલવાની રહેશે. વધુ માહિતી માટે USCIS Contact Center પર આ નંબર પર 800-375-5283 સંપર્ક કરી શકાય.

 

વીઝા અને ઇમિગ્રેશન માટેની આ પ્રકારની વધારે માહિતી તમે તમારા માટે કે પરિવાર અને મિત્રો માટે મેળવવા ઇચ્છતા હો તો NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here