પુતિને યુક્રેનના ડનિટ્સ્ક-લુગાન્સક પ્રાંતને સ્વતંત્ર દેશ જાહેર કર્યા

Russia's President Vladimir Putin speaks during a session of the Valdai Discussion Club in Sochi, Russia October 19, 2017. REUTERS/Alexander Zemlianichenko/Pool

 

રશિયા: રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જે લોકો હિંસા, રક્તપાત, અરાજકતાના માર્ગે ચાલવા લાગ્યા તેઓ ડોનબાસના મુદ્દાને ઓળખતા નથી. ડનિટ્સ્ક પીપલ્સ રિપબ્લિક અને પીપલ્સ રિપબ્લિક ઓફ લુગાન્સ્કની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને ઓળખો. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ રશિયન ફેડરેશનની ફેડરલ એસેમ્બલીને આ નિર્ણયને સમર્થન આપવા માટે કહેશે અને પછી આ પ્રજાસત્તાક સાથે મિત્રતા અને પરસ્પર સહાયતા માટે બે સંધિઓ કરશે, જેના સંબંધિત દસ્તાવેજો ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. રશિયન રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ હવે યુક્રેનના આ વિસ્તારમાં રશિયન સૈનિકો ઘૂસવાની આશંકા છે. 

પુતિને કહ્યું કે યુક્રેનનું નાટોમાં સામેલ થવું એ રશિયાની સુરક્ષા માટે સીધો ખતરો છે. તાજેતરની ઘટનાઓએ યુક્રેનમાં નાટો સૈનિકોની ઝડપી જમાવટ માટે કવર તરીકે સેવા આપી છે. તેમણે દાવો કર્યો હતો કે યુક્રેનમાં નાટોનું પ્રશિક્ષણ કેન્દ્ર નાટોના સૈન્ય મથકની સમકક્ષ છે. યુક્રેનની બંધારણ વિદેશી લશ્કરી મથકોને મંજૂરી આપતું નથી. રાષ્ટ્રને સંબોધતા રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે યુક્રેન પરમાણુ હથિયાર બનાવવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે આધુનિક યુક્રેન સંપૂર્ણપણે રશિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. પુતિને કહ્યું કે જો યુક્રેનને સામૂહિક વિનાશના શસ્ત્રો મળી જશે તો વૈશ્ર્વિક પરિસ્થિતિમાં મોટો બદલાવ આવશે. તાજેતરના મહિનાઓમાં યુક્રેનએ પશ્ર્ચિમી શસ્ત્રોથી ભરાઇ ગયું છે. યુક્રેનમાં સૈન્ય અભ્યાસ દરમિયાન નાટોના પ્રશિસકો સતત હાજર હતાં. તેમણે યુએસ અને નાટો પર યુક્રેનને યુદ્ઘના થિયેટરમાં ફેરવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે યુક્રેન એક કઠપૂતળી શાસિત અમેરિકન કોલોની છે. 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂર્વ યુક્રેનના ડોનેટ્સ્ક અને લુંગાસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ યુક્રેન સાથે વિવાદ વધી ગયો છે. બન્ને દેશો વચ્ચે યુદ્ઘની આશંકા પ્રબળ બની ગઇ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બન્ને દેશો પર પ્રતિબંધ લગાવવા અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. તો બીજી તરફ બ્રિટન અને જર્મનીએ પણ રશિયા પર કેટલાક આકરા પ્રતિબંધો લાદ્યા છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જાપાન સહિતના વિશ્ર્વના ઘણા દેશોએ પણ પુતિનના આ નિર્ણયની નિંદા કરી છે. જ્યારે રશિયાએ ક્રીમિયાને દેશમાં ભેળવ્યું હતું ત્યારે મનમોહન સરકારનું સ્ટેન્ડ કેવું હતું. રશિયા અને ભારત હંમેશા એક-બીજાની પડખે ઉભા રહેલા છે. પછી ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય. દુનિયાનું દબાણ ગમે તેટલું પણ કેમ ન હોય. આજે સમયનું ચક્ર વધુ એક વખત ફરી ગયું છે. 

રશિયાએ પૂર્વ યુક્રેનમાં રશિયન સમર્થિત અલગાવવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. તે યુક્રેન પર હુમલો કરવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય બિરાદરીના અલગ-અલગ સ્ટેન્ડ છે. જોકે ભારતે આ મામલે મૌન ધારણ કરી રાખ્યું છે. ૨૦૧૪માં જ્યારે રશિયાએ ક્રીમિયાને પોતાના દેશમાં ભેળવી દીધું હતું ત્યારે તત્કાલીન મનમોહન સિંહ સરકારે કોઇની પરવા કર્યા વિના રશિયાનું હાથ પકડ્યો હતો. ૨૫૪ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા એર ઇન્ડિયાનું વિમાન સ્વદેશ પરત યુક્રેન સંકટ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇને પણ ચિંતા વધી હતી. દરમિયાન ભારત સરકારે વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવાની સલાહ આપી હતી. આ સાથે જ એર ઇન્ડિયાનું વિશેષ વિમાન વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રવાના થયું હતું. મોડી રાત્રે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી એર ઇન્ડિયાનું વિમાન ૨૫૪ ભારતીયોને યુક્રેનથી એરલિટ કરીને ભારત પરત ફર્યું હતું. 

યુક્રેનમાં યુદ્ઘના ઘેરાતા સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય બિરાદરી બે ભાગોમાં વહેંચાઇ ગઇ છે. યુક્રેનમાં રશિયા સેના ઘૂસી ગઇ છે. રશિયાએ પૂર્વ યુક્રેનમાં રશિયન સમર્થિત અલગાવવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. આ પગલા બાદ અમેરિકા, યુરોપ સહિત મોટાભાગના મોટા દેશો રશિયા વિ‚દ્ઘ ઉભા થઇ ગયા છે. ભારત પાસે પણ આવી જ અપેક્ષા છે. ૪ દેશોના સમૂહ ક્વાડમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે જે રશિયાની આક્રમકતા વિ‚દ્ઘ બોલી રહ્યું નથી. આ સમગ્ર મામલાથી તેણે પોતાને અલગ રાખ્યું છે. બેશક રશિયા ભારતનો નિકટનો મિત્ર રહ્યો છે પરંતુ તેમાં ચીન ફેક્ટરને પણ નકારી ન શકાય.

રશિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેને આશા છે કે બે અલગ-અલગ યુક્રેની વિસ્તારોને સ્વતંત્ર માન્યતા આપવાથી શાંતિ બહાલ કરવામાં મદદ મળશે. ક્રેમિલનના પ્રવક્તા દામિત્રી પેસકોવે કહ્યું કે તેઓ એ કહેવામાં અસમર્થ છે કે શું રશિયન સેના પહેલા જ બે અલગાવવાદી વિસ્તારોમાં પ્રવેશ કરી ચૂકી છે. તેમને ડોનબાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, સુરક્ષા દળોને ત્યાં મોકલવાનો નિર્ણય એ વાત પર નિર્ભર કરશે કે સ્થિતિ કઇ રીતે વિકસી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે કરવામાં આવેલી જાહેરાતથી બન્ને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના બે અલગ-અલગ પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપશે. રશિયા ડનિટ્સ્ક અને લુગાન્સ્કના સ્વ-ઘોષિત પ્રજાસત્તાકને અલગ દેશો તરીકે માન્યતા આપશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here