એચ-વનબીનું એબીસીઃ એચ-વનબી રોજગારદાતાઓ અને ભાવિ એચ-વનબી કામદારો માટે 2018ની ડેડલાઇન માટે એચ-વનબી ફાઇલિંગ સિઝનઃ ભાગ-1

0
893

નવા રિપબ્લિકન વહીવટી તંત્ર દ્વારા આપવામાં આપેલી વર્તમાન ધારણાઓ પર આધારિત, યુએસ અર્થતંત્ર ઊછળશે. ઇમિગ્રેશન પ્રેક્ટિશનરો, પ્રોફેશનલો, ભાવિ એચ-વનબી રોજગારદાતાઓ-કામદારો માટે આનો શો અર્થ છે? અત્યારે અર્થતંત્ર જે દિશામાં જઈ રહ્યું છે, તે મુજબ આપણે ફરીથી 2017માં હતા ત્યાં પાછા જઈ રહ્યા છીએ, જે એપ્રિલ, 2018 દરમિયાન એચ-વનબી લોટરી (રેન્ડમ સિલેક્શન પ્રોસેસ)નું સાક્ષી બનશે. એચ-વનબી કેપ માટે તૈયાર રહેવા, આ લેખ કેટલાંક પાસાં પર પ્રકાશ પાડે છે, જે દરેક ભાવિ એચ-વનબી રોજગારદાતાઓ-કામદારોએ જાણવાં જોઈએ.
મર્યાદિત સંખ્યાઓઃ 65 હજાર નહિ, ફક્ત 58,200 રેગ્યુલર એચ-વનબી વિઝા

એચ-વનબી કેટેગરીમાં વર્તમાન વાર્ષિક કેપ 65 હજાર છે. તેમ છતાં તમામ એચ-વનબી નોનઇમિગ્રન્ટ વિઝા આ વાર્ષિક કેપને આધીન હોતા નથી. ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે ખાસ તૈયાર કરાયેલા એચ-વનબીવન પ્રોગ્રામ માટે દરેક નાણાકીય વર્ષ દરમિયાન 65 હજારમાંથી 6800 સુધીના વિઝા કેપમાંથી અલગ રખાય છે. એચ-વનબીવન સમૂહમાંથી બિનઉપયોગી સંખ્યાઓ આગામી નાણાકીય વર્ષ માટે એચ-વનબી ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

આ રીતે, ફક્ત 58,200 એચ-વનબી વિઝા દર વર્ષે મંજૂર કરાશે, સિવાય કે 20 હજાર વધારાના એચ-વનબી વિઝા, જે એવા નાગરિકો માટે અનામત રખાય છે, જેમણે યુએસ કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કે તેથી વધુ ઉચ્ચ ડિગ્રી મેળવી હોય. આગામી લેખમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે, અમેરિકી શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી દરેક માસ્ટર્સ ડિગ્રીના કારણે કોઈ પણ વ્યક્તિ એચ-વનબી માસ્ટર્સ કેપ માટે માન્ય ગણાય કે નહિ.
એચ-વનબી વિઝાની મર્યાદિત સંખ્યાના કારણે, રોજગારદાતાઓએ તાત્કાલિક જે તે વ્યક્તિઓને ઓળખવાની શરૂઆત કરવી જોઈએ, જેને એચ-વનબી સ્પોન્સરશિપની જરૂર હોય. આનાથી પિટિશનની તૈયારી માટે લેબર કન્ડિશન એપ્લિકેશન (એલસીએ), ફોર્મ ઇટીએ 9035 ફાઈલ કરવા અને મેળવવા માટે પૂરતો સમય મળશે. પહેલી ઓક્ટોબર, 2017થી શરૂ થતા નવા યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ સિટિઝનશિપ સર્વિસીસ (યુએસસીઆઇએસ) નાણાકીય વર્ષમાં એચ-વનબી કામદાર નોકરીએ રાખવા માટે એચ-વનબી પિટિશનનું સબમિશન મહત્ત્વપૂર્ણ રહેશે.

ક્યાં સુધી યુએસસીઆઇએસ એચ-વનબી પિટિશનો સ્વીકારશે?
બીજી એપ્રિલ, 2018 સુધીમાં એચ-વનબી પિટિશનો સબમિટ કરવી જરૂરી છે, ફરજિયાત નથી. ‘ક્યાં સુધી યુએસસીઆઇએસ એચ-વનબી પિટિશનો સ્વીકારશે?’ સવાલનો જવાબ બીજી એપ્રિલ, 2018થી શરૂ થતા પ્રથમ પાંચ બિઝનેસ ડે દરમિયાન યુએસસીઆઇએસને કેટલી એચ-વનબી પિટિશનો મળશે તેના પર આધારિત છે. જો પ્રથમ પાંચ બિઝનેસ ડે દરમિયાન યુએસસીઆઇએસને પૂરતી સંખ્યામાં એચ-વનબી પિટિશનો મળશે, તો રેન્ડમ સિલેક્શન પ્રોસેસ વિશે જાહેરાત કરાશે. તેમ છતાં, યુએસીઆઇએસને પ્રથમ પાંચ બિઝનેસ ડે દરમિયાન નાણાકીય વર્ષ 2018-2019 માટે પૂરતી સંખ્યામાં એચ-વનબી પિટિશનો ન મળે, તો જ્યાં સુધી નવી એચ-વનબી પિટિશનો માટે ‘અંતિમ સ્વીકાર્ય તારીખ’ જાહેર ન થાય ત્યાં સુધી, તે એચ-વનબી પિટિશનો સ્વીકારવાનું ચાલુ રાખશે.

સમાન કામદારો માટે મલ્ટિપલ એચ-વનબી પિટિશનો ફાઈલિંગ કરવામાંથી બચો
રોજગારદાતા નાણાકીય વર્ષ દરમિયાન દરેક ભાવિ કામદાર માટે એક એચ-વનબી પિટિશનથી વધુ ફાઈલ ન કરી શકે. આથી જે ભાવિ કામદાર 20 હજારની માસ્ટર્સ કેપ માટે માન્ય થયો હોય, તે રેગ્યુલર એચ-વનબી અને માસ્ટર્સ એચ-વનબીને આવરી લેતી બે પિટિશનો ફાઈલ ન કરી શકે.

નક્કી થયેલો હોદ્દો અને ભાવિ એચ-વનબી કામદાર બન્ને માન્ય થવા જોઈએ
ફક્ત ભાવિ કામદાર જ નહિ, પરંતુ નક્કી થયેલો હોદ્દો અને ભાવિ કામદાર બન્ને એચ-વનબી વિઝા માટે ક્વોલિફાય થવા જોઈએ. એચ-વનબી વિઝા માટે માન્યતા મેળવવા નક્કી થયેલા હોદ્દા માટે, તે ‘સ્પેશિયલિટી ઓક્યુપેશન’ હોવો જોઈએ. ‘સ્પેશિયલિટી ઓક્યુપેશન’માં 1. ખૂબ જ ઉચ્ચ કક્ષાના નિષ્ણાત જ્ઞાનની સંસ્થાની થિયોરિટિકલ-પ્રેક્ટિકલ અરજીની જરૂર પડે છે અને 2. યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યવસાયમાં પ્રવેશવા માટે ખાસ વિષયમાં બેચલર અથવા હાયર ડિગ્રી મેળવવાની જરૂર પડે છે. એચ-વનબી નિયમો અંતર્ગત સ્પેશિયલિટી ઓક્યુપેશન તરીકે માન્યતા મેળવવા વિવિધ માપદંડોની જરૂર પડે છેઃ 1. ચોક્કસ હોદ્દા માટે પ્રવેશ વખતે ઓછામાં ઓછી બેચલર અથવા હાયર ડિગ્રી અથવા તેની સમકક્ષ ડિગ્રીની જરૂરિયાત રહે છે, 2. સમાન સંસ્થાઓમાં સમાન હોદ્દાઓ માટે ઉદ્યોગમાં ડિગ્રીની જરૂર પડે છે, 3. રોજગારદાતાને હોદ્દા માટે ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાતની જરૂર પડે છે, 4. ચોક્કસ ફરજોનો પ્રકાર ખાસ અને જટિલ હોય છે, જે જ્ઞાન આ ફરજો નિભાવવા જરૂરી હોય છે. ‘સ્પેશિયલિટી ઓક્યુપેશન’ તરીકે ક્વોલિફાય થવા માટે, નક્કી થયેલા હોદ્દા માટે 1. ખૂબ જ ઉચ્ચ કક્ષાના નિષ્ણાત જ્ઞાનની સંસ્થાની થિયોરિટિકલ-પ્રેક્ટિકલ અરજીની જરૂર પડે છે, 2. વ્યવસાયમાં પ્રવેશવા માટે ખાસ વિષયમાં બેચલર અથવા હાયર ડિગ્રી મેળવવાની જરૂર પડે છે અને 3. ઉપરોક્ત ચાર માપદંડમાંથી કોઈ પણ એકને અનુસરતો હોવો જોઈએ. નક્કી થયેલા એચ-વન બી હોદ્દા માટે ભાવિ કામદારે નીચે મુજબના નિયમોમાંથી કોઈ પણ એક નિયમને અનુસરવા પડે છેઃ 1. વ્યવસાયમાં પ્રેક્ટિસ માટે ફુલટાઇમ લાઇસન્સ, 2. વ્યવસાય માટે ડિગ્રીની જરૂરિયાત, 3. ડિગ્રી અનુરૂપ ખાસ પ્રકારની કામગીરીનો અનુભવ જરૂરી હોય છે. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here