જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ:

આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમે નવા કપડાં અને ગેજેટ્સની ખરીદી કરશો. તમારા કર્યો કાર્યો અવરોધ વિના પૂર્ણ થશે. પરિવારમાં માનસન્માન વધશે. તમારા કાર્ય થી બોસ રાજી રહશે. મેરિડ કપલને પણ એકબીજા માટે ખુબ પ્રેમ વધશે. દંધા વ્યાપાર માં પ્રોગ્રેસ્સ થશે. બાળકો ની પણ પ્રગતિ થશે.

 

આ Week દરમ્યાન કોઈપણ એક સફેદ કપડું બેઠક રૂમના વાયવ્ય ખૂણામાં મૂકવું

આ સપ્તાહમાં સોમવારે દૂધનું દાન કરવાથી તમને લાભ થશે.

 

વૃષભ:

આ સપ્તાહ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. ખોટી ચિંતાઓ તમારું સ્વાસ્થ્ય બગાડે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. પરિવાર સાથે કોઈ કાર્યક્રમ જોવાનો અને ડિનરનો પ્લાન બની શકે. નૌકરી-દંધામાં જેટલું ધ્યાન આપશો એટલી વધુ સારી તકો પામશો. આ Week માં કોઈ એવી વ્યક્તિ મળે કે જે તમારા જીવનમાં ખુબ સાથ  સહકાર આપે

આ સપ્તાહમાં જો શક્ય હોયતો YELLOW કલરનું કપડું પહેરશો નહીં 

કોઈપણ જૂનું શર્ટ જે YELLOW હોય તેનું દાન કરવું.

 

મિથુન:

આ Week તમારા માટે મિશ્રિત સાબિત થશે. અભ્યાસમાં વધુ ધ્યાન આપજો. ઇન્ટરવ્યૂમાં સફળ થવા વધુ મેહનત કરવી પડે. આ સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય સારું રહેવા થી ખુબ આનંદ માં રેહવાય. તમારી સારોઉન્ડિંગ લોકો સાથે વાદ-વિવાદમાં ના પાડશો નહીતો સમસ્યા ઉભી થશે. નોકરીમાં સારા સમાચાર મળે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહે. Long Drive પર જઈ શકો છો. 

આ સપ્તાહમાં તમે કોઈપણ એક દિવસ કોઈને પણ લંચ કે ડિનર કરાવશો તો બધું સારું રહેશે. 

 

કર્ક:

સપ્તાહની શરૂઆતમાં તમે તમારી વાતોથી લોકો પ્રભાવિત થશે. પણ તમારા લગ્ન જીવન માટે કપરો સમય હશે. પત્ની સાથે EGOનો ટકરાવ રહેશે. Business tourમાં લાભ થાય. કોઈપણ દસ્તાવેજ માં સહી કરતા પેહલા જોઈ લેવું. ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો. પ્રેમીઓ માટે આ સારો સમય રહેશે. નવી વ્યક્તિ જીવનમાં આવે. પેટ સબંધી તકલીફ ટાળવા ખોરાકમાં ધ્યાન રાખવું. 

આ weekમાં બને ત્યાં સુધી બહારનું ખાવું નહીં.

દરરોજ પાંચથી છ વખત આંખોંમાં પાણી છાંટવું.

 

સિંહ:

આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ આરામદાયક રહેશે. મનની શાંતી તમારા કાર્યોમાં સફળતા આપાવે. નોકરી માટે પ્રયત્નો કરતી વ્યક્તિને પણ સારું પરિણામ મળશે. તમારા Colleague સાથે સબંધો સુધરશે. દંધાદારી વ્યક્તિઓને દંધાના પ્રોગ્રેસ માટે કઈંક નવું કરવાની ઈચ્છા થશે. જીવન સાથી સાથે લગ્નજીવનનું સુખ સારી રીતે માણી શકશો. બાળકોનો પ્રોગ્રેસ પણ તમને ખુશી આપશે. આત્મવિશ્વાસ વધશે. 

શક્ય હોય તોહ Week માં RED-PINK, ચાદર પાથરીને સુવો. 

દરરોજ મધ દૂધનું સેવન કરવું.

 

કન્યા:

આ સપ્તાહમાં તમારી યોજનાઓ સફળ થાય. વ્યવસાય સારો ચાલે. આર્થિક સ્થિથી સુધરે. સમાજમાં નામ થાય. શરીર સારું રહે. હરીફો ઉપર વિજય મેળવો. નોકરીયાત વર્ગ માટે સારો સમય. પ્રેમીઓ એ સાવચેતી રાખવી. વિવાહિત યુગલ માટે સમય સારો. કાનૂની અને ન્યાયિક બાબતોમાં સાવધાન રેહવાની જરૂર.

 

આ સપ્તાહના શુક્રવારે ત્રણ કેળાનું દાન આપવું.

સોમવાર અને શુક્રવારે Banana Milk Shake પીવુંને પીવડાવું

 

તુલા:

આ Weekમાં ઘણા સારા પરિણામો મળવાથી તમે પ્રસન્નતા અનુભવશો. પતિ-પત્ની વચ્ચે ચાલતી અનબન ઓછી થશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે. નોકરિયાત નાં કામની પ્રશંસા થશે. તમારા Owner તમારાથી ખુશ થશે. દંધાર્થીઓને દંધામાં  લાભ થાય ને નવી પાર્ટીઓ સાથે દંધો કરી શકો. તમારા પ્રિયજન ડેટ પર લઈ જઈ  સારો સમય વિતાવી શકો. તમારા ખર્ચેલા પૈસા થી તમને સાચો આનંદ મળશે.

શનિવારે Black or Blue કપડું પહેરવું 

દરરોજ બે ટાઈમ ટૂથબ્રશ કરવું

 

વૃશ્ચિક:

આ અઠવાડિયું સાધારણ રહેવાથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાયુ પડશે. વ્યવસ્તતા ને કારણે તમારા માટે સમય નહી કાઢી શકો. તમારી જવાબદારીઓ સારીરીતે નિભાવશે તો પરિવારને નિયંત્રીત કરી શકશો. કોઈ ત્રીજી વ્યક્તિના આવવાથી પ્રેમીઓની વચ્ચે અણસમજ ઉભી થઈ શકે. જો દંધા અર્થે બહાર જવાનું વિચારો છો તો બુધ-ગુરુ-શુક્ર બહુ સારો સમય રહેશે. 

Life  Partner ની વધુ કેર કરવી.

શક્ય હોય તો Long Drive પર જવું

 

ધનુરાશિ:

તમારા માટે અઠવાડિયું સરેરાશ રહેશે. તમારા બાળકો સાથે તમારું સંબંદ સુધરશે. તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓ ઓછી થશે, પ્રેમીઓ તેમના પ્રેમ જીવનને વધુ સુંદર બનાવી શકે છે. તકોને તમારા હાથમાંથી જવા દો. વેપારી માટે સપ્તાહ સરેરાશ રહેશે. તમારા કામ પ્રત્યે પ્રમાણિક બનો અને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરો

સવારે ઘેરથી નીકળતાં સૂર્યનાં દર્શન કરી નીકળવું 

SOCKS ફાટેલાં ના હોય તેનું ધ્યાન રાખવું

 

મકર:

આ અઠવાડિયે તમને નવી તકો મળી શકે છે. તમારે આવક વધારવાના પ્રયાસો કરવા પડશે. નાણાકીય રોકાણ કરવાનું ટાળો. વિવાહિત યુગલો માટે સારો સમય છે અને તમે તમારા સંબંધોમાં નવીનતાનો અનુભવ કરી શકો છો. Blood-Pressure ની તકલીફ થયી શકે છે. વાહન ચાલવતા કાળજી રાખવી. નોકરિયાત માટે સમય સારો નથી પણ વ્યવસાયિકો માટે સારો દેખાવ કરશે.

આ સપ્તાહમાં શક્ય હોય તો જંકફૂડ ખાવાનું ટાળો.

Salt નો ઉપયોગ ઓછો કરી ફ્રૂટ્સ વધારે ખાવું

 

કુંભ:

તમારા માટે Week ઘણું સારું રહેશે. વ્યાવસાયિક રીતે વધુ સફળ બનશો. તમે તમારા કાર્યો ઝડપથી પૂર્ણ કરશો. વિવાહિત યુગલોનો સમય આનંદમય રહેશે. લવ બર્ડ્સ માટે પણ સમય સારો રહેશે. નોકરી કરતા લોકો પોતાના કામમાં પ્રગતિ કરશે. વ્યાપારીઓ માટે શ્રેષ્ઠ સમય છે. તમને કેટલાક નવા લોકો સાથે કામ કરવાનું ગમશે. 

જો શક્ય હોયતો મિત્રોને આ Weekમાં એક  વખત Sweet  ખવડાવો 

Monday White શર્ટ પહેરો

 

મીન:

આ સપ્તાહ દરમિયાન તમારો સમય સારો રહેશે. સપ્તાહના શરૂઆતમાં તમે કાર્યસ્થળ પર સારો દેખાવ કરશો, તમારો આત્મવિશ્વાસ વધશે. તમે નવા વ્યવહારો કરશો. નોકરિયાતોએ પોતાના કામથી કામ રાખવું. સ્વાસ્થ્યમાં સુધારો જણાય.  વિવાહિત યુગલો માટે સમય સારો રહેશે અને એમના વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત બનશે. પ્રેમીઓ માટે પણ ખુશીનો સમય રહેશે. 

આ સપ્તાહ દરમ્યાન ગુસ્સો ના આવે એવું ધ્યાન રાખો.

Red કલરનાં કપડાં પહેરવાનું ટાળો.

મહા વદ 9 (નોમ) થી ફાગણ સુદ 1 (એકમ) | 25.2.2022 (શુક્રવાર) થી 3.3.2022 (ગુરુવાર)