USમાં વિમાનોનું કબ્રસ્તાન ૨૬૦૦ એકરના બોનયાર્ડમાં ૪૪૦૦થી વધારે વિમાનો થયા છે પાર્ક

 

નવી દિલ્હીઃ અમેરિકામાં એરિઝોનાના રણમાં વિમાનોનું સૌથી મોટુ પાર્કિંગ બન્યું છે. ૨૬૦૦ એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં ૪૪૦૦થી વધારે વિમાન અને અંતરિક્ષ યાનોને રાખવામાં આવ્યા છે. બોનયાર્ડ નામથી પ્રખ્યાત આ જગ્યાને વિમાનોનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. 

બોનયાર્ડમાં અલગ અલગ પ્રકારના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, યુદ્ધ વિમાન, યુએવી રાખવામાં આવ્યા છે. આ જગ્યા ઉપર બીજા વિશ્વ યુદ્ધના સમયથી વિમાનોને રાખવામા આવે છે. ડેવિસ મોનથન એરફોર્સ બેસ ઉપર રહેલા વિમાનોની દેખરેખની જવાબદારી અમેરિકી વાયુસેનાના ૩૦૯મા એરોસ્પેસ મેન્ટેનન્સ એન્ડ રીજનરેશન ગ્રુપ ઉપર છે. આ ગ્રુપ બોનયાર્ડમાં રહેલા વિમાનોની મરામત કરીને અમુક વિમાનોને ફરીથી ઉડવા માટે યોગ્ય બનાવ. છે. બાકી વિમાનોના સ્પેરપાર્ટસને કાઢીને તેને પૂરી દુનિયામાં સપ્લાય કરવામાં આવે છે. આ સ્પેરપાર્ટસનો ઉપયોગ બીજા વિમાનો માટે કરવામાં આવે છે. 

એરબેઝના કમાન્ડર કર્નલ જેનિફર બર્નાડના કહેવા પ્રમાણે બોનયાર્ડમાં ૮૦૦ મિકેનિક દિવસ રાત કામ કરે છે. જે જૂના વિમાનોને ઉપયોગ યોગ્ય બનાવવા યોગ્ય સ્પેરપાર્ટસ કાઢીને તેને કામ કરવા લાયક બનાવે છે. બર્નાડે યુએસ એરફોર્સમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ ઓફિસરના રૂપમાં ૨૫ વર્ષ સેવા કરી છે. કર્નલ બર્નાડના કહેવા પ્રમાણે એરબેઝ ઉપર રહેલા વિમાનોની કુલ કિંમત ૩૪ બિલિયન ડોલર કે ૩૫ બિલિયન ડોલર વચ્ચે છે. આ એરબેઝની શરૂઆત ૧૯૬૪મા થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ સેનાને જૂના વિમાનો રાખવા માટે જગ્યાની જરૂર હતી. તેના માટે એરિઝોનાના ડેવિસ મોનથન એરફોર્સ બેઝને પસંદ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here