ભારતે એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું

 

નવી દિલ્હીઃ ભારતે ૨૨ ઓક્ટોબર, ગુરુવારે સવારે પોણા સાત વાગે રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ  મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) સંપૂર્ણપણે સ્વદેશી સાધન સામગ્રી દ્વારા આ મિસાઇલ તૈયાર કર્યું હતું. આ પ્રકારના મિસાઇલ્સની આ ત્રીજી પેઢી હતી. DRDO દ્વારા અવારનવાર આ મિસાઇલના જુદા જુદા પ્રયોગો કરવામાં આવતા હતા. અગાઉ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં નાગ મિસાઇલના વિવિધ પરીક્ષણો કરાયાં હતાં. આ મિસાઇલ વજનમાં તદ્દન હલકી છે. એ અચૂક નિશાન સર કરે છે અને શત્રુની ટેન્કના ટુકડે ટુકડા કરી નાખે છે. એ જાણવું રસપ્રદ થઇ પડશે કે માત્ર ટેન્ક નહીં, શત્રુનાં  બીજાં શસ્ત્રોને પણ આ મિસાઇલ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ટૂ્ંકી અને મિડિયમ રેન્જ ધરાવે છે જે ફાઇટર જેટ વિમાન, વોર શીપ અને અન્ય સાધનો જોડે રાખીને પણ વાપરી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here