IPL-2023નું શિડ્યૂલ જાહેર: ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે

 

ચેન્નાઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સિઝનનું શિડયૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ડિફેન્ડિગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ૩૧ માર્ચે પહેલી મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ફાઈનલ ૨૮ મેએ રમાશે. ટુર્નામેન્ટમાં કુલ ૧૮ ડબલ હેડર રમાશે, એટલે કે ૧૮ વખત એક દિવસમાં બે મેચ રમાશે. આ દરમિયાન પહેલી મેચ બપોરે ૩:૩૦ વાગે શ‚ થશે, જ્યારે બીજી મેચ સાંજે ૭:૩૦ વાગે શ‚ થશે. એક એપ્રિલે પંજાબ અને કોલકત્તાની વચ્ચે પહેલી મેચ અને સાંજે લખનઉ-દિલ્હી વચ્ચે બીજી મેચ રમાશે, તો બીજી એપ્રિલે સનરાઇઝર્સ-રાજસ્થાન વચ્ચે પહેલી મેચ, તો બેંગલુ‚-મુંબઈ વચ્ચે બીજી મેચ રમાશે. ૫૮ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમની વચ્ચે કુલ ૭૪ મેચ રમાશે. એક ટીમ ૧૪ મેચ રમશે, ૭ પોતાનાં ઘરમાં અને ૭ મેચ વિપક્ષી ટીમનાં ઘરમાં રમશે. ૧૦ ટીમની વચ્ચે લીગ સ્ટેજની ૭૦ મેચ રમાશે. લીગ સ્ટેજ પછી પોઇન્ટ્સ ટેબલની ટોપ-૪ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરશે. ટુર્નામેન્ટની ૭૪ મેચ ૧૨ અલગ-અલગ શહેરોમાં રમાશે. આઇપીએલ ટીમનાં ૧૦ શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલામાં મેચ રમાશે. આઇપીએલ ટીમનાં ૧૦ શહેરોમાં મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, બેંગલુ‚, લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકત્તા છે. કોરોનાના કારણે ૨૦૨૦માં આઇપીએલની સિઝન યુએઈમાં રમાઈ હતી. તો ૨૦૨૧ની આઇપીએલની સિઝન અડધી ભારતમાં અને અડધી યુએઈમાં રમાઈ હતી. ગત સિઝનમાં પણ ૭૦ લીગ મેચ મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે શહેરમાં આવેલાં ૪ સ્ટેડિયમમાં રમાઈ હતી. તો કોલકત્તા અને અમદાવાદમાં પ્લેઓફ મેચ રમાઈ હતી. આ વખતે ૩ વર્ષ પછી હોમ-અવે ફોર્મેટમાં બધી જ મેચ રમાશે. ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પહેલીવાર આઇપીએલમાં સામેલ થઈ હતી. હાર્દિક પંડયાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ટીમે રાજસ્થાન રોયલ્સને ફાઈનલમાં ૭ વિકેટે હરાવીને ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને પોતાના ડેબ્યુ જ સિઝનમાં ચેમ્પિયન બનનાર બીજી ટીમ હતી. તેની પહેલાં ૨૦૦૮માં રાજસ્થાનની ટીમ ચેમ્પિયન બની હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here