આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય. એસ. જગમોહન રેડ્ડીએ હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરની સરાહના કરી ..

0
1242

 આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગમોહન રેડ્ડીએ રાજ્યની વિધાનસભામાં હૈદરાબાદ એન્કાઉન્ટરના વખાણ કર્યા હતા. 27મી નવેમ્બરે ચાર ચાર અપરાધી યુવાનોએ અમનુષી કત્ય કર્યું હતું. પશુ- પક્ષીની સારવાર કરનારી મહિલા તબીબ પર સામૂહિક બળાત્કાર કરીને તેને અર્ધબેભાન અવસ્થામાં જ જીવતી સળગાવી દીધી હતી. આ ક્રૂર અને હદયદ્રાવક ઘટનાની વાત જાણીને સમગ્ર દેશની જનતામાં આક્રોશ અને ગુસ્સાનો જવાળામુખી ફાટી નીકળ્યો હતો. 6 ડિસેમ્બરના તેલંગાણાની પોલીસે આ ચારેય આરોપીઓને ઠાર માર્યા હતા. જગમોહન રેડ્ડીએ  કહ્યું હતું કે, હું પણ બે પુત્રીઓનો પિતા છું. વેટરનરી મહિલા તબીબ સાથે ગેન્ગ રેપ પછી હત્યાની ઘટનાએ મને અંદરથી હચમચાવી દીધો હતો. એક પિતા તરીકે આ ઘટના પરત્વે મારો પ્રતિભાવ કેવો હોવો જોઈએ..આવા ક્રૂર અને અમાનુષી કૃત્ય કરનારા ગુનેગારોને શું સજા કરવી જોઈએ- એ વિષે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રસેખર રાવને તેમજ રાજ્યના પોલીસ અધિકારીઓને હું સલામ કરું છું. તેમણે બિલકુલ યોગ્ય કાર્ય કર્યું છે. હું આ સાહસિક પગલા માટે તેલંગાણાની સરકારના વખાણ કરું છું. દિલ્હીથી માનવ અધિકાર પંચના લોકો આવીને આ અંગે નકામી ટીકાઓ કરે છે. આ પ્રકારના કેસમાં ઝડપી સુનાવણી માટે  કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે. હું બળાત્કારના કેસમાં ઝડપી સુનાવણી માટે વિધાનસભામાં એક બિલ રજૂ કરવા જઈ રહ્યો છું. જે બિલમાં બળાત્કારના કેસમાં દોષિતોને 21 દિવસમાં મૃત્યુદંડની સજા કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જયાં સુધી કડક કાયદાની જોગવાઈ અને તેનો કડક ઝડપી અમલ નહિ કરવામાં આવે ત્યાં સુધી સમાજમાં દાખલો બેસશે નહિ. કડક કાયદો હોવાની સાથે સાથે એનો અમલ પણ કડક રીતે થાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here