એમ્પ્લોયમેન્ટ બેઝ વીઝાના પ્રોસેસિંગમાં USCISની ભૂમિકા અગત્યની હોય છે અને તેના દ્વારા 30, સપ્ટેમ્બર 2022 સુધીમાં ઉપલબ્ધ વીઝામાંથી શક્ય એટલા વધારે વીઝા આપવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકા બહાર વસતા લોકોએ એમ્પ્લોયમેન્ટ બેઝ વીઝા માટે અરજી કરી હોય ત્યારે તેમના માટે વિદેશ મંત્રાલય સાથેની કામગીરી USCIS પાર પાડતી રહે છે.
દરમિયાન અમેરિકામાં જ હાજર હોય અને એમ્પ્લોયમેન્ટ બેઝ સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટે લાયક હોય તેમને Form I-693 માટે એટલે કે મેડિકલ એક્ઝામિનેશન અને વેક્સિનેશન રેકર્ડ માટે તાકિદ કરવામાં આવી છે.
- જો તમારી પરમેનન્ટ રેસિડન્સ માટેની કે એડજસ્ટ સ્ટેટસ માટેની Form I-485 એપ્લિકેશન પેન્ડિંગ હોય તો તેવા સંજોગોમાં માગ્યા વિના તમારું મેડિકલ અંગેનું Form I-693 ના મોકલવા જણાવાયું છે. સ્ટેટસ એપ્લિકેશન્સની સાથે જો યોગ્ય Form I-693 ના હોય તેવા સંજોગોમાં અરજદારોને સીધી જાણ કરીને ફોર્મ માગવામાં આવી રહ્યું છે.
- જો તમને ખ્યાલ હોય કે તમારા અગાઉ ફાઈલ કરાયેલા Form I-485 સાથે તમારું વેલિડ Form I-693 ભરાયેલું નથી, તે સંજોગોમાં USCIS વીઝા ઉપલબ્ધ હશે તેમાંથી ફાળવણી કરશે. ત્યારબાદ તમારી પાસેથી વેલિડ Form I-693 માગવામાં આવશે. તેથી તમારે સિવિલ સર્જનને મળીને આ ફોર્મ તૈયાર રાખવું જોઈએ.
- ભવિષ્યમાં તમે સ્ટેટસ એડજસ્ટ માટેની અરજી કરવાના હો તો યાદ કરીને તેની સાથે યોગ્ય Form I-693 ભરી દેશો.
- સિવિલ સર્જન તરફથી સહી થાય તે પછી બે વર્ષ સુધી Form I-693 માન્ય રહે છે.
USCIS તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે કે નાણાકીય વર્ષ FY 2022 માટેના વધારેલી મર્યાદા સહિતના તમામ વીઝાની ફાળવણી કરી દેવામાં આવે. 2022ના નાણાકીય વર્ષના એમ્પ્લોયમેન્ટ બેઝ સ્ટેટસ એડજસ્ટમેન્ટની સ્થિતિ શું છે તે માટેની તાજી માહિતી 8 જુલાઈએ USCIS પોતાની વેબસાઇટમાં મૂકી છે તે તમે જોઈ શકો છો.
અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ વિશે આ પ્રકારની માહિતી તમારા તથા તમારા પરિવાર અને મિત્રો માટે મેળવવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.
NPZ Law Group, P.C.
Phone: 201-670-0006 (ext. 107)
Website: https://visaserve.com/